અમરેલીના ખાંભાના સમઢીયાળ સરાણીયા પરિવારના ત્રણ સભ્યો નદીમાં ડૂબી જતાં ત્રણેયના મોતથી પરિવારમાં માતમ પ્રસરી ગયુ છે. ઉલ્લેખનિય છે કે, નદી કાંઠે પુત્ર જતાં તેને બચાવવા માટે બહેન પિતા પાણીમાં પડ્યા હતા.
પિતા પુત્ર પુત્રી ત્રણેય પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યા છે. ખાંભા પોલીસની મદદથી સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી મૃતકોને બહાર કાઢ્યા છે. મૃતકનો પરિવાર નદી કાંઠે પશુઓ સાથે રહેતો હતો, પિતા પુત્ર અને પુત્રી ની ડેડબોડી પી.એમ માટે ખાંભા હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો
24 કલાકમાં હાર્ટ એટેકથી છ લોકોએ ગુમાવ્યો જીવ, નાની વયે એટેકના કિસ્સા વધ્યા
'પત્ની ખરાબ ભોજન રાંધે તો તે ક્રૂરતા નથી', કેરળ હાઈકોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી