Tokyo olympics 2020: ટોક્યો ઓલિમ્પિક ચાલી રહ્યો છે. આ દરમિયાન કેટલાક ખાસ રેકોર્ડ પણ બન્યા છે. જોકે ઘણી વખત જીતની ખુશીમાં એથલીટ ભાન ભૂલી જતાં હોય છે. ઓસ્ટ્રેલિયાની સ્વીમર સાથે પણ આવું જ થયું છે. Kayle McKeown નામની સ્વીમર 100 મીટર બેક સ્ટ્રોક ફાઇનલ 57.47 સેંકડમાં પૂરી કરીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
જે બાદ તેણે ચેનલ 7 સાથે પોતાની વાત કરતી વખતે એવું કહ્યું કે તેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાની જીત અને વર્લ્ડ રેકોર્ડ બનાવવાને લઈ તે એટલી રોમાંચિત થઈ ગઈ હતી કે જ્યારે ઈન્ટરવ્યૂમાં તેને આ જીત અંગે પૂછવામાં આવ્યું તો એવા શબ્દો બોલી ગઈ કે ઓલિમ્પિકના આવા મોટા પ્લેટફોર્મ પરથી કદાચ કોઈ બોલ્યું નહીં હોય,.
ઈન્ટરવ્યૂ લેતા વ્યક્તિએ જ્યારે કાયલીને પૂછ્યું કે તારી આ જીતને લઈ માતા અને બહેનને શું કહેવા માંગે છે. તેના પર કાયલીના મોંઢામાંથી એકસાઇટમેંટમાં ગાળ નીકળી ગઈ. જે બાદ પોતાના શબ્દોને લઈ તે નર્વસ થઈ ગઈ અને તરત પોતાનું મોઢું બંધ કરી દીધું અને વાતને સંભાળતા બોલી કે, ઓ... શિટ, હું શું બોલી ગઈ.
આ વીડિયોને ટ્વીટર હેન્ડલ પરથી એક પત્રકારે શેર કરવાની સાથે લખ્યું, હું આ વીડિયોની સાથે ઓલિમ્પિકની બેસ્ટ ડેઇલી મોમેંટ્સની એક સીરિઝ શરૂ કરવા જઈ રહ્યો છું. કાયલીના આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને તેના પર કમેંટ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તે ઓલિમ્પિકની બેસ્ટ મોમેંટ છે. એક યૂઝરે કમેંટ કરીને લખ્યું, વીડિયો જોઈને હું મારું હસવાનું રોકી નથી શકતો. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું જો હું પણ ગોલ્ડ મેડલ જીતી જાત તો એકસાઇટમેંટમાં પાગલ થઈ જાત.