ટીવી ચેનલો કોરોનાને લગતા ફેક ન્યૂઝ પ્રસારિત નહીં કરે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Apr 2020 04:28 PM (IST)
એનબીએએ સ્વીકાર્યું કે, મીડિયાએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ અને કોરોના વાયરસને લગતા ફેક ન્યૂઝને કોઈપણ સ્થિતિમાં પોતાની વેબસાઈટ કે કોઈપણ સોશિયલ મીડિયામાં પ્રકાશિત ન કરવા જોઈએ.
નવી દિલ્હીઃ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનને સુપ્રીમ કોર્ટના 31-03-2020ના નિર્ણયને આવકાર્યો છે. એનબીએએ સ્વીકાર્યું કે, મીડિયાએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ અને કોરોના વાયરસને લગતા ફેક ન્યૂઝને કોઈપણ સ્થિતિમાં પોતાની વેબસાઈટ કે કોઈપણ સોશિયલ મીડિયામાં પ્રકાશિત ન કરવા જોઈએ. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, મીડિયાએ સરકરા દ્વારા સમયાંતરે જે બુલેટિન બહાર પાડવામાં આવે છે તેને જ અનુસરવામાં આવે. એનબીએ ઉત્સુક છે કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા બુલેટિન સોશિયલ મીડિયા સહિત તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય જેથી લોકોની તમામ શંકાઓ દૂર થઈ શકે. ઉપરાંત આ બુલેટિન મીડિયા માટે પણ મદદરૂપ સાબિત થશે જેથી મીડિયા પણ તમામ શંકાઓ દૂર કરીને યોગ્ય રિપોર્ટ કરી શકશે. એનબીએ સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરે છે જેમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટનો પ્રેસની સ્વતંત્રતાનની સાથે મુક્ત ચર્ચા, ચર્ચા અને કવરેજને અટકાવવાનો કોઈ ઉદ્દેશ નથી.