Russia Ukraine War LIVE Update: રશિયા યુક્રેનની જંગ 27માં દિવસે પણ યથાવત,રાજધાની કિવ ખંડેરમાં ફેરવાઇ

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે.

gujarati.abplive.com Last Updated: 22 Mar 2022 09:50 AM
Russia Ukraine War: રશિયા અને યુક્રેન બંને દેશોને યુદ્ધથી મોટી હાનિ, રશિયાના 500 સૈનિકો માર્યા ગયાનો દાવો

આ યુદ્ધને કારણે બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. જો કે યુક્રેનની સરખામણીમાં રશિયા ખૂબ જ શક્તિશાળી દેશ છે, પરંતુ તે પણ ઘણું નુકાસન વેઠી રહ્યો છે.  મોસ્કોની એક વેબસાઈટનો દાવો છે કે આ યુદ્ધમાં 10 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, 2 માર્ચે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુદ્ધમાં તેના 500 સૈનિકો માર્યા ગયા છે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો હતો કે 15,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે અમેરિકાએ 7 હજાર મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો.

જેલેસ્કીએ NATO પર કર્યા પ્રહાર, જાણો શું આપ્યું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે.


રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ એક મહિના જેટલો સમય થવા આવ્ચો  છે અને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ નાટોને યુક્રેનને ખુલ્લેઆમ અપનાવવા કે નહીં તે અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવા કહ્યું છે. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુક્રેનિયન પબ્લિક બ્રોડકાસ્ટર સસ્પિલેન સાથેની મુલાકાતમાં કહ્યું, "નાટોએ હવે કહેવું જોઈએ કે તે અમને સ્વીકારી રહ્યું છે કે નહી, નાટો પણ  રશિયાથી ડરે છે, જે સાચું છે."

બાઇડને અમેરિકી કંપનીને રશિયાના સાઇબર હુમલાની આપી ચેતાવણી

રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકન કંપનીઓને ચેતવણી આપી છે કે, રશિયા તેમના પર ગમે ત્યારે સાયબર હુમલો કરી શકે છે. એક નિવેદનમાં, તેમણે કહ્યું કે, જો કંપનીઓએ સાયબર હુમલાઓથી બચવા માટે પહેલાથી જ પર્યાપ્ત પગલાં લીધાં નથી, તેમને હું આ અગમચેતીના પગલા લેવી માટે અનુરોઘ કરૂ છું.

બ્રેકગ્રાઉન્ડ

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી રશિયા યુક્રેનના ઘણા મોટા શહેરો પર સતત બોમ્બમારો કરી રહ્યું છે અને મિસાઈલ હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં હજારો યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે અને યુક્રેનના મોટાભાગના શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. લોકો પોતાનો જીવ બચાવીને પડોશી દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. બીજી તરફ રશિયાના હુમલા પર અમેરિકા ખૂબ જ આક્રમક વલણ અપનાવી રહ્યું છે અને સતત તીખા નિવેદનો આપી રહ્યું છે. તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્લાદિમીર પુતિનને 'યુદ્ધ ગુનેગાર' કહ્યા હતા. અમેરિકાએ  રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે


ભારત આ સમગ્ર સંકટ દરમિયાન તટસ્થ રહ્યું છે. જો કે તે સ્પષ્ટ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યુદ્ધગ્રસ્ત દેશ (યુક્રેન)માં સંઘર્ષનો અંત લાવવા માટે અપીલ કરવા માટે તેમના સંપર્કોનો ઉપયોગ કરી રહ્યું છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.