બ્રિટનના નાણા પ્રધાન ઋષિ સુનાકે ગુરુવારે દિવાળીના અવસર પર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને ચિહ્નિત કરવા માટે 5 પાઉન્ડનો નવા સ્મારકનો સિક્કો  બહાર પાડ્યો છે.  સોના અને ચાંદી સહિત અનેક ધોરણોમાં ઉપલબ્ધ, ખાસ સંગ્રાહક સિક્કા હીના ગ્લોવર દ્વારા ડિઝાઇન કરવામાં આવી  છે, સિક્કામાં ગાંધીજીની સૌથી પ્રસિદ્ધ કહેવત - 'મારું જીવન એ મારો સંદેશ'  સાથે-સાથે રાષ્ટ્રીય ફુલ કમળની છબી પણ જોવા મળી રહી છે.


 


ભારતીય મૂળના સુનકે આ અવસરે કહ્યું કે, “આ સિક્કો એક પ્રભાવશાળી નેતાને ઉચિત શ્રદ્ધાંજલિ છે. જે દુનિયાભરના લાખો લોકોને પ્રેરિત છે. એક હિન્દુ હોવાના નાતે મને દિવાળીના અવસરે આ સિક્કાનું અનાવરણ કરવાનો ગર્વ છે. મહાત્મા ગાંધીએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી અને પહેલી વખત તેમના ઉલ્લેખનિય જીવનની સ્મૃતિમાં બ્રિટનનો સિક્કો બહાર પાડવો ગર્વની વાત છે”


આ સિક્કો બ્રિટન અને ભારત વચ્ચેના 'સ્થાયી  સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો' પર આધારિત હોવાનું કહેવાય છે. ભારત આ વર્ષે તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. 5 પાઉન્ડના આ સિક્કાનું વેચાણ આ સપ્તાહે યુકે રોયલ મિન્ટની વેબસાઇટ પર શરૂ થશે. તે રોયલ મિન્ટના વિસ્તૃત દિવાળી સંગ્રહનો એક ભાગ છે. એક ગ્રામ અને પાંચ ગ્રામની સોનાની પટ્ટીઓ ઉપરાંત, તેમાં બ્રિટનની સોનાની છડપણ સામેલ છે, જેના પર દેવી લક્ષ્મીની છબી કોતરવામાં આવી છે.


ઉલ્લેખનિય છે કે, 20 ગ્રામ સોનાની દેવી લક્ષ્મીની તસવીરવાળી છડને સાઉથ વેલ્સમાં હિન્દુ સમુદાયના સહયોગથી  ડિઝાઇન કરવામાં આવી છે. ટંકશાળના અધિકારી કાર્ડિફમાં શ્રી સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી સમારોહમાં પણ સામેલ થશે. જ્યાં આવનાર વર્ષોમાં હવે માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા થશે.


આ પણ વાંચો


Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 11 હજાર નવા કેસ નોંધાયા, 392 લોકોના મોત


US ડિફેન્સ મિનિસ્ટ્રીના રિપોર્ટમાં મોટો ખુલાસો, ચીન ભારતને અડીને આવેલા વિવાદિત વિસ્તારોમાં ગામડાઓ વસાવી રહ્યું છે.


WhatsApp Trick: ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ ન હોવા છતાં પણ વ્હોટ્સએપ વેબ ચાલી શકશે, જાણો કેવી રીતે કરશો કનેક્ટ