Weather Update:  હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલના અનુમાન મુજબ રાજ્યમાં માર્ચના અંતમાં અને એપ્રિલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.  વરસાદની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વઘારી છે. અંબાલાલે 26 માર્ચથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટછવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો એપ્રિલના અંતમાં એટલે કે 26 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે.


રાજ્યમાં આ વર્ષે ચોમાસની ઋતું લાંબા સમય સુધી ચાલવાની  પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં ઑક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રેહવાની શક્યતા વ્યક્ત કરી હતી. ઉપરાંત અંબાલાલાના અનુમાન મુજબ ગુજરાતમાં આજથી પવનની ગતિ  વધવાની સાથે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે.  26 માર્ચ સુધીમાં દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.. આગમી 26 એપ્રિલ થી 10 મે વચ્ચે ગુજરાતમાં આંધી વંટોળ આવવની શક્યતા સાથે ગરમીની તીવ્રતામાં પણ વધારો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી  છે.


હવામાન વિભાગે શું કરી આગાહી?


હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇરાનની આસપાસ સર્જાયું છે. જે ભારતમાં પહોંચવાની શક્યતા છે. આ સિસ્ટમ 20 માર્ચની આસપાસ ભારત  પહોંચશે.


રાજ્યમાં હાલ ગરમીની શરૂઆત થઇ ગઇ છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ ઇરાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ છે. જે 20 માર્ચ બાદ ભારત પહોંચશે, જેના કારણે ઓડિશા, મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થઇ શકે છે  પરંતુ તેની અસરથી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ધરખમ ફેરફાર થાય તેવી કોઇ શક્યા નથી. રાજ્યમાં તાપમાનમાં 2થી3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે તેમ છે. અમદાવાદમાં 36 ડિગ્રીથી આસપાસ તાપમાન રહી શકે છે. અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન 34ની આસપાસ રહી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાનમાં ઘરખમ ફેરફાર નહિ જોવા મળે.  દ્વારકા અને ઓખામાં 30થી નીચે તાપમાન રહે તેવી શક્યતા છે. પવનની ગતિમાં કોઇ ખાસ ફેરફાર જોવા નહિ મળે. માર્ચ બાદ એપ્રિલથી આકાર તાપની શરૂઆતનો અનુમાન સેવાઇ રહ્યો છે.