Uttarakhand Tunnel Collapse Rescue Live: 15 દિવસ બાદ પણ શ્રમિકો સુરંગમાં જ, બરફવર્ષાની આગાહી વચ્ચે રેસક્યુમાં અનેક પડકાર

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓગર મશીન બગડી જતાં બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 26 Nov 2023 11:15 AM

બ્રેકગ્રાઉન્ડ

Uttarakhand Tunnel Collapse Rescue Live: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આજે 15મો દિવસ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ શનિવારે જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41...More

Uttarakhand Tunnel Rescue Live: સીએમ ધામીએ અપડેટ આપ્યું

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે હૈદરાબાદથી લાવવામાં આવેલ પ્લાઝમા મશીન સવારથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.જે ઝડપી ગતિએ ચાલી રહી છે. 14 મીટર વધુ કાપવાના બાકી છે. મશીનને કાપીને બહાર લાવવાનું છે. એવું લાગે છે કે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. તે પછી મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ થશે