Uzbekistan Cough Syrup Death: આરોપી ફાર્માસ્યુટિકલ કંપની સામે સરકારની લાલ આંખ. આરોગ્ય મંત્રીએ સંપૂર્ણ ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો.


Uzbekistan Cough Syrup Case: કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પોતે આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે પહેલેથી જ કહ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે તેની સામે આગળના પગલાં લેવામાં આવશે.


Uzbekistan Cough Syrup Death: ઉઝબેકિસ્તાનમાંભારતીય કફ સિરપથી બાળકોના મૃત્યુ થવાનો દાવો કકરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આ સમગ્ર બાબતમાં પોતાની નજર રાખી રહ્યું છે. આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે ટ્વિટર દ્વારા આ બાબતમાં પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.


તેમણે કહ્યું કે, ખાંસીની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે 29 ડિસેમ્બરની રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે. આ બાબતમાં વધુ તપાસ ચાલી રહી છે.


તમને જણાવી દઈએ કે ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફની દવાના કારણે 18 બાળકોના મોત બાદ નોઈડાની કંપની મેરિયન બાયોટેક પર સવાલો ઉઠી રહ્યા છે. ઉઝબેકિસ્તાનના આ દાવા બાદ ભારત સરકાર (Indian Govt) સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોતને ભારતીય કફ સિરપ સાથે જોડીને મૃત્યુઆંકનો રિપોર્ટ માંગ્યો છે.


આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી


ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કથિત મૃત્યુના દાવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ આ બાબતે  કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતું નથી. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા પોતે આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેણે કહ્યું હતું કે ફાર્માસ્યુટિકલ કંપનીની તપાસના આધારે આગળના પગલાં લેવામાં આવશે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ડોક-1 મેક્સ દવા પીવાથી બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે મેરિયન બાયોટેક કંપની ભારતમાં ખાંસીની દવા Doc-1 Max વેચતી નથી અને તે માત્ર ઉઝબેકિસ્તાનમાં જ નિકાસ કરવામાં આવી છે.


માંડવિયાએ જણાવ્યું હતું કે નોઈડામાં કંપનીના પરિસરમાંથી કફની દવાના નમૂના લેવામાં આવ્યા છે અને ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા (RDTL) માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કફની દવા ડોક-1 મેક્સમાં અયોગ્યતાના અહેવાલને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવાર (29 ડિસેમ્બર) રાતથી મેરિયન બાયોટેકની તમામ દવાઓનું ઉત્પાદન બંધ કરી દીધું છે.


ઉઝબેકિસ્તાને 18 બાળકોના મોતનો દાવો કર્યો છે


ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા 18 બાળકોએ ડોક-1 મેક્સ સીરપ પીધું હતું. તેનું ઉત્પાદન નોઈડા સ્થિત મેરિયન બાયોટેક દ્વારા કરવામાં આવ્યું હતું. આરોગ્ય  મંત્રાલયે દાવો કર્યો છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત બાળકોએ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા 2-7 દિવસ સુધી દિવસમાં 3-4 વખત આ દવા લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. હવે ઉઝબેકિસ્તાન સરકારે ભારત સરકારને આ મામલાની તપાસ કરવા અને આરોપી કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.