વડોદરા:  વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં 100 કરોડની જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે.  લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી છે. વાઘોડિયા રોડ ડી માર્ટ પાછળ દોઢ લાખ ફૂટથી વધુ સરકારી જમીન છે.  જેના બોગસ દસ્તાવેજોને આધારે એન્ટ્રી પડાવી અને કલેકટરનો બોગસ ટેનન્સી હુકમ સહિતના બોગસ દસ્તાવેજોને આધારે જમીન હડપ કરવાનો કારસો દંપતિએ રચ્યો હતો. 


જમીનને લઈ કોર્પોરેશનની બોગસ રજાચિઠ્ઠી પણ બનાવી હતી. આ સાથે જ દોઢથી બે કરોડનો આલિશાન બંગલો પણ બનાવી દીધો.  જમીન પર 57 સબપ્લોટ પાડીને ગજાનંદ રો હાઉસ અને કાનન-1 તેમજ કાનન-2 જેવી સ્કીમો પણ લોન્ચ કરવામાં આવી.  સમગ્ર કૌભાંડ મુદ્દે ક્રાઈમ બ્રાંચે દંપિતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા છે  અને 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.  ત્યાર બાદ પોલીસે સંજયસિંહ અને રેવન્યૂ અધિકારીને સાથે રાખી જમીનનો સરવે પણ કર્યો છે. 


Nasal Vaccine: ભારતની પહેલી નેજલ વેક્સીન 26 જાન્યુઆરીએ થશે લૉન્ચ


દેશમાં જ બનેલી પહેલી ઇન્સ્ટ્રાનેજલ કૉવિડ-19 વેક્સીન ‘ઇનકૉવૈક’ને 26 જાન્યુઆરીએ લોકોને આપવાની શરૂઆત કરવામાં આવશે. કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક કૃષ્ણા એલાએ આ જાણકારી આપી. આને સ્વદેશી ભારત બાયૉટેકે બનાવી છે. ચીનમાં વધતા કોરોનાના કેર વચ્ચે ભારત સરકાર તરફથી ગયા વર્ષે 23 ડિસેમ્બરે આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. 


ભોપાલમાં આયોજિત ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ (IISF)માં સ્ટુડન્ડ્સની સાથે વાતચીત દરમિયાન કૃષ્ણા એલાએ બતાવ્યુ કે, નેજલ વેક્સીન અધિકારિક રીતે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર લૉન્ચ કરવામાં આવશે. ભારત બાયૉટેક તરફથી ગયા વર્ષે ડિસેમ્બરમાં એલાન કરવામાં આવ્યુ હતુ કે, આની કિંમત 25 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. વળી, પ્રાઇવેટ વેક્સીન સેન્ટર માટે આની કિંમત 800 રૂપિયા પ્રતિ ડૉઝ હશે. 


તાજેતરમાં જ આને લઇને બીજી એક વાત સામે આવી હતી કે નેજલ વેક્સીન તે લોકોને નહીં લગાવવામાં આવે, જેઓ પહેલાથી બૂસ્ટર ડૉઝ લઇ ચૂક્યા છે. આ જાણકારી દેશના વેક્સીન ટાસ્ક ફૉર્સના પ્રમુખ ડૉ.એનકે અરોડાએ આપી હતી. આ એ લોકો માટે છે જેમને હજુ સાવચેતી માટેનો આ ડૉઝ નથી લીધો. 


અસરદાર છે નેજલ વેક્સીન  - 


ભારત બાયૉટેકની આ નેઝલ વેક્સીનનું નામ iNCOVACC છે. આ વેક્સીનને ભારત બાયૉટેક અને અમેરિકાની વૉશિંગટન યૂનિવર્સિટીએ ભેગા મળીને બનાવી છે, આ ત્રણ ફેઝના ટ્રાયલમાં અસરદાર સાબિત થઇ છે. આનાથા પહેલા ભારતના ઔષધિ મહાનિયંત્રક DCGI એ ભારત બાયૉટેકની ઇન્ટ્રા નેઝલ કૉવિડ વેક્સીન  (Intranasal Covid vaccine) ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી હતી.