વડોદરાઃ મોદીના આગમન પહેલાં SPGના 150 જેટલા કાર્યકરોની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2016 02:44 PM (IST)
વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગમે ત્યારે વડોદરા આવી પહોંચશે, ત્યારે પ્રધાનમંત્રીની મુલાકાત પહેલાં જ વડોદરા જિલ્લા એસપીજી પ્રમુખ ભરત પટેલ, જિલ્લા ઉપપ્રમુખ વેદાંગ પટેલ, જિલ્લા કન્વીનર મુકેશ પટેલ (મુખી), જિલ્લા મહામંત્રી વિમલ મણવર અને spg 108 પ્રમુખ સંદીપ જેશડ્યા તેમજ બીજા 15 કાર્યકરોની અટકાયત કરી હતી અને અત્યારે તેમને સમા પોલીસ સ્ટેશનમાં નજર કેદ રાખેલ છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેસનમાં 150થી વધુ એસ.પી.જી કાર્યકર્તાઓની નજર કેદ સાથે અટકાયત કરવામાં આવી છે. પીએમ મોદીનો વિરોધ કરવાના હોય અટકાયત કરાઈ છે. નોંધનીય છે કે, આજે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમ યોજાવાનો છે.