વડોદરા: વડોદરામાં પીએમના આગમનના બે દિવસ અગાઉ સમગ્ર શહેરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વડોદરા શહેરના ચાર રસ્તાઓ પર પી.એમ મોદીના 56ની છાતીના ગણાવી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને મોદીને સાર્વત્રિક આવકારવામાં આવી રહ્યાં છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા પોસ્ટર લગાવાયા છે તો ક્યાંક પ્રધાનમંત્રી મોદીના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે. વડોદરાના એયરપોર્ટ ટર્મિનલનું નામ મહારાજા સયાજી ગાયકવાડ રાખવાની માંગ પણ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાથી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વિક્રમી સરસાઇથી લોકસભાની ચુંટણી જીત્યા હતા. જોકે તેઓએ  વારાણસીને સંસદીય ક્ષેત્ર પસંદ કરી વડોદરાથી રાજીનામું આપ્યું હતું.