વડોદરાની રૂકમણી ચૈનાની હોસ્પિટલમાં એક મહિલાએ રવિવારે રાત્રે 4 બાળકને જન્મ આપ્યો હતો. જેમાં 3 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થાય છે. બાળકોનું વજન ઓછું હોવાથી હાલ તેમને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તબીબોના મતે આ વડોદરાનો પહેલો કિસ્સો છે.
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી મહિલા રૂકસારબાનુંને પ્રસવપીડા થતાં પરિવારજનો તેમને તાત્કાલિક રવિવારે રાત્રે શહેરની રૂકમણી ચૈનાની હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તબીબોએ એક કલાકમાં એક પછી એક એમ કુલ 4 બાળકોની ડિલિવરી કરાવી હતી. જેમાં પહેલા પુત્રી અને ત્યાર બાદ 3 પુત્રનો જન્મ થયો હતો.
વડોદરાના જાણીતા ડોક્ટરનું કહેવું છે કે, મહિલાએ 4 બાળકોને જન્મ આપ્યો છે. માતાની તબિયત સારી છે પરંતુ બાળકોનું વજન ઓછું હોવાથી તેમને NICUમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો હોવાના સમાચાર સમગ્ર વડોદરામાં ફેલાઈ થયા હતાં.
વડોદરામાં 23 વર્ષની મહિલાએ એકસાથે 4 બાળકોને આપ્યો જન્મ, ડોક્ટરે આ અંગે શું કહ્યું?
abpasmita.in
Updated at:
17 Jul 2019 08:46 AM (IST)
વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી મહિલા રૂકસારબાનુંને પ્રસવપીડા થતાં પરિવારજનો તેમને તાત્કાલિક રવિવારે રાત્રે શહેરની રૂકમણી ચૈનાની હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં તબીબોએ એક કલાકમાં એક પછી એક એમ કુલ 4 બાળકોની ડિલિવરી કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -