Vadodara News:વડોદરાના સાવલી તાલુકાના પોઇચા ગામે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો. એક સાથે ત્રણ લોકો નદીમાં ડૂબી જતાં રૂદન અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના  પોઈચા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં એક જ ગામના  ત્રણ યુવાનો ડૂબી જતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. દશામાનુ વિસર્જન કરવા માટે લોકો એકઠા થયા હતા. માંય ભક્તો ભજન કિર્તનમાં મસ્ત હતા આ સમયે દરમિયાન લોકો દશામાના વિસર્જનની વિધિ કરી રહ્યા હતા. માતાજીના વિસર્જન સમયે જ નદીમાં   ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. ભારે જહેમત બાદ પણ ત્રણેય યુવાનો પતો ન હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોંચી ત્રણેય યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી.  ભારે જહેમત એકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાંબા સમયથી અન્ય બેનો પતો ન લાગતા તેમના જીવનના શક્યતા બહુ ઓછી હોવાથી  ભકિતમય માહોલ શોકમગ્ન બની ગયો હતો. આ ઘટનાની જાણ થતા લોકના ટોળેટોળા  ઘટના સ્થળે  એકઠા થયા હતા. આ ઘટનાના પગલે  સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે  ફાયર બ્રિગેડ, પોલીસ,  મામલતદાર, એસ.ડી.એમ,  સાહિત્તનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.                                                                                                          


આ પણ વાંચો 


રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ


Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર


Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી


Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ


Join Our Official Telegram Channel


https://t.me/abpasmitaofficial