Vadodara News:વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દર્શન રાવલના કોન્સર્ટ દરમિયાન વિદ્યાર્થી બેભાન થઇ જતાં દર્શનને વચ્ચે સોન્ગ અટકાવી દીધું અને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દર્શન રાવલના કોન્સર્ટ દરમિયાન ભીડમાં 30 જેટલા વિદ્યાર્થીઓ ગૂંગળામણના કારણે બેભાન થઇ ગયા.
વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં દર્શન રાવલના કોન્સર્ટ દરમિયાન ભીડમાં 30 જેટલા વિદ્યાર્થીઓ ગૂંગળામણના કારણે બેભાન થઇ ગયા. અહીં ત્રણ દિવસીય ફૂટ પ્રિન્ટના સમાપન દરમિયાન બોલિવૂડ સિંગર દર્શન રાવલનો કોન્સર્ટ હતો. જેમાં ભીડ વધી જતાં ધકામુક્કીના સ્થિતિ સર્જાઇ હતી અને આ દરમિયાન 30 જેટલા વિદ્યાર્થીઓ બેભાન પણ થઇ ગયા હતા. ભીડ બેકાબૂ બનતા કેટલાક વિદ્યાર્થીઓના બૂટ ચપ્પલ પણ નીકળી ગયા હતા. આ દરમિયાન વિજિલન્સ ટીમ પણ ભીડને કાબૂ કરવામાં નિષ્ફળ નિવડી હતી. જો કે આ ઘટના બાદ બેભાન થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અપાઇ હતી અને બાદ ભીડની સ્થિતિ નિયંત્રણમાં આવતાં આખરે વિદ્યાર્થીઓએ શાંતિથી કોન્સર્ટ માણ્યો હતો.
ઉલ્લેખનિ છે કે, એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટ પ્રિન્ટસના સમાપનમાં દર્શન રાવલની કોન્સર્ટ યોજવામાં આવી હતી. કોન્સર્ટના કારણે અકોટા દાંડિયા બજાર થી સિદ્ધિવિનાયક મંદિર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
Vadodra: MS યુનિવર્સિટીના વીસી પ્રોફેસર વિજયકુમાર વિવાદમાં, બંગલામાં 46 લાખનો ખર્ચ કરી રીનોવેશન કર્યું
વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટીના વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા અપાયેલા સરકારી બંગલામાં 46 લાખ રૂપિયાનું રીનોવેશન કરાવતા વિવાદ વકર્યો છે. સેનેટ મેમ્બરે વીસીનું રાજીનામું માગ્યું છે.
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના વીસી પ્રો. વિજયકુમાર શ્રીવાત્સવ અનેકવાર વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમણે સરકાર દ્વારા ફળવાયેલા કમાટીબાગ પાસે ના " ધન્વંતરિ " સરકારી બંગલામાં 46 લાખનો ખર્ચ કરી રીનોવેશન કરાવ્યુ તેને લઈ વિવાદ થયો છે. કોન્ટ્રાક્ટરોના રીનોવેશનના 46 લાખના બિલ યુનિવર્સિટીમાં મુકવામાં આવ્યા જે યુનિવર્સિટીના ઓડિટર વિભાગ દ્વારા નકારવામાં આવતા મામલો બહાર આવ્યો હતો.
બંગલાના રીનોવેશનમાં 5 બાથરૂમ, કારપેન્ટરી વર્ક, વોશરૂમ, ગાર્ડન, કલર કામ અને સિવિલ વર્કમાં ખર્ચ કરાયો છે. જોકે અત્યાર સુધીમાં યુનિવર્સિટીમાં આવેલા જુદા જુદા 17 વીસી પણ એજ બંગલામાં રહ્યા પણ રીનોવેશનના નામે કોઈ જંગી ખર્ચ નથી કર્યો. 1 વર્ષ પહેલાં આવેલ વી.સી પ્રો વિજયકુમાર શ્રીવાત્સવના વૈભવશાળી જીવનમાં તેમણે યુનિવર્સિટીના નાણાં વાપર્યા હોવાના સેનેટ સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આક્ષેપ કર્યા હતા. સવાલ કર્યો હતો કે બંગલાનાના કામના રીનોવેશનના ખર્ચ યુનિવર્સિટી કેમ ભોગવે ? વિદ્યાર્થીઓના ફીના પૈસે કેમ તાગડધિન્ના ? આવા સવાલ સાથે સેનેટ - સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલા દ્વારા 9 તારીખ ની સિન્ડિકેટ મિટિંગ માં મુદ્દો ઉઠાવી વિરોધ કરવામાં આવશે અને વીસીના રાજીનામાંની પણ માંગ કરવામાં આવશે.
Gujarat Corona Case: ગુજરાતમાં અચાનક કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, અમદાવાદમાં નોંધાયા 13 કેસ
હોળી પહેલા જ કોરોનાના નામની હોળી? કેસમાં 3 ઘણો વધારો થતા ટેંશન
કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ગત શુક્રવારે દૈનિક નોંધાયેલ આંકડો 300 હતો, જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.