વડોદરાઃ કેંદ્ર સરકારે લીધેલા 500 અને 1000 નોટો પર પ્રતિબંધ મુક્તા સમગ્ર દેશમાં અફરા તફરીનો માહોલ થવાઇ ગયો છે. રાજ્યમાં તેને લઇને વિવિધ ગુનાહિત બનાવો બની રહ્યા છે. રાજ્યના મોટા શહેરોમાં ચોર ટળકી સક્રિય થઇ છે. ત્યારે વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ચોરી કરતી ગેંગના 6 સભ્યની 2 નવી નક્કોર કાર અને સોનાના દાગીના અને 500 અને 1000 ની 5 લાખની ચલણી નોટો સહિત 32 લાખના મુદ્દા માલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.


વડોદરામાં 500 અને 1000 ની નોટોની ગેરરીતિ થઇ રહી હોવાની બાતમીથી ગોત્રી પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે ગોત્રી રોડ પરથી પસાર થતી ન્યુ બ્રાન્ડ મારુતિની અર્ટિગા તેમજ સિયાઝ ગાડી રોકતા નંબર પ્લેટ વગરની કારના કાગળ પણ નહિ હોવાથી પોલીસે બંને કારમાંથી 6 વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ કરતા તેમની પાસેથી 500 અને 1000 ની જુની નોટો મળી 5 લાખ રૂપિયા, તેમજ સાડા ચાર લાખના દાગીના સાથે બંને કાર મળી પોલીસે 32.82 લાખની મત્તા જપ્ત કરી ચોર ટોળક ના 6 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ પહેલા ચોર ટળકીએ કેટલા ચોરીના બનાવોને અંજામ આપેલો છે તેમજ હજી કોઇ મોટા નામ આ લૂંટમાં જોડાયેલા છે કે કેમ, એ મામલે ગોત્રી પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. પોલીસને શંકા છે, કે આ નવી કાર ખરીદી કરવામાં 500 ને 1000 ની નોટોની હેરાફેરી તો નથી ને જો કે હાલ પોલીસે નિર્ણય પર નથી પહોંચી શકી કે, મળી આવેલી કાર કોની છે. કેમ કે એ મામલે હજી સુધી કોઈની ફરિયાદ આવી નથી. જો કે જે રીતે 500 ને 1000 ની જુની નોટોની હેરાફેરી વધી છે આ મામલે પણ મોટો ખુલાસો થઇ શકે છે.