વડોદરાના પાદરા નજીક ગવાસદ ગામ પાસે ઓક્સિજન ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 5 કામદારોના મોત નિપજ્યાં હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હાલ મૃતદેહોને પાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના પાદરામાં આવેલી એક કંપનીના ઓક્સિજન પ્લાન્ટમાં એકાએક પ્રચંડ ધડાકામાં કંપનીમાં કામ કરી રહેલાં 5 કર્મચારીઓનાં મોત નિપજ્યાં છે તેવા સમાચાર સામે આવ્યાં છે. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલાં લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પાદરાના ગવાસદ ગામે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સાતથી આઠ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ કંપનીમાં આગ લાગી હતી તેવું જાણવા મળી રહ્યું છે. બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલાં લોકોમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ 7 એમ્બ્યુલન્સ અને 5 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીના ઉપરનાં પતરાં ઉડી પણ ગયા હતા.
વડોદરા: પાદરા નજીક ઓક્સિજન કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 5 મજૂરોનાં મોત, બ્લાસ્ટ થતાં જ કંપનીના પતરાં હવામાં ઉડ્યાં
abpasmita.in
Updated at:
11 Jan 2020 12:47 PM (IST)
ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ત્યાર બાદ કંપનીમાં આગ લાગી હતી તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -