વડોદરાઃ વડોદરામાં રિસોર્ટમાં રાઇડની મઝા માણતા દરમિયાન થાંભલા સાથે માથું અથડાતા 13 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વડોદરાના પાદરામાં આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ બસ જેવી રાઇડમાં મઝા માણતા હતા તે દરમિયાન 13 વર્ષનાં જીમીલ ગોપાલભાઇ કવૈયાએ રાઇડની બહાર માથું બહાર કાઢતા તેનું માથું થાંભલા સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને બાદમા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે વિદ્યાર્થીનાં પરિવારજનોએ રિસોર્ટનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલે સ્કૂલના સત્તાધીશોએ મંજૂરી વિના જ પ્રવાસનુ આયોજન કર્યું હોવાનો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોને રાજ્ય કે રાજ્યની બહાર સ્કૂલ પ્રવાસ પર જવાનું હોય તો તે અગાઉથી મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં દિવાન બલ્લુભાઈ સ્કૂલના સંચાલકોએ શિક્ષણ વિભાગને સ્કૂલ પ્રવાસ અંગે લેખિત જાણકારીના બદલે માત્ર મેઈલ જ કર્યો હતો ત્યારે હવે ડીઈઓ દિવાન બલ્લુભાઈ સ્કૂલના સત્તાધીશો સામે કાર્યવાહી કરશે.
આ દુર્ઘટનાની જાણ થતાં વડોદરામાં રહેતા જીમીલના કુંટુંબી અલ્પાબહેન રાઠોડ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અલ્પાબહેન રાઠોડે જણાવ્યું હતું કે, 'રિસોર્ટમાં રાઇડ્સમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે જીમીલનું મોત નીપજ્યું છે. રિસોર્ટના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે.
વડોદરામાં રિસોર્ટમાં ચાલુ રાઇડમાં થાંભલા સાથે માથું અથડાતા અમદાવાદના વિદ્યાર્થીનું મોત
abpasmita.in
Updated at:
21 Dec 2019 10:36 AM (IST)
અમદાવાદની દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વડોદરાના પાદરામાં આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -