ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ ચાર કેસો સામે આવ્યા છે. ગોધરામાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. ગોધરાના ગોન્દ્રા વિસ્તારની અમન પાર્ક સોસાયટીમાં 3 અને સલામત સોસાયટીમાં એક મળી કુલ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 60 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો સાજા થયા છે. હવે 50 દર્દીઓ સારવાર હેઠળ છે.


આજે પંચમહાલમાં કોરોનાના એક દર્દીએ મ્હાત આપી છે. વડોદરાની કોવીડ હોસ્પિટલ ખાતેથી રજા આપ્યા બાદ દર્દી મોડી રાત્રે ગોધરા પહોંચ્યા હતા. જોકે, દર્દીના સ્વાગત માટે ઉમટી પડેલ લોકોએ શોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું. સ્વાગત માટે એકઠા થયેલ સમાજના આગેવાનો પણ ભાન ભૂલ્યા હતા. આ સમયની ભારે ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોધરા નગર રેડ ઝોનમાં મુકાયા છતાં તંત્રએ ગંભીરતા ન દાખવી નહોતી.



અબરાર મસ્જિદ વિસ્તારના 42 વર્ષીય રહીશે કોરોના સામેની જંગ જીત્યા બાદ મોડી રાત્રે ઘરે પહોંચ્યા હતા તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા તે ખુબ ચોંકાવનાર છે. નોંધનીય છે સાજા થઈ પરત ફરેલ દર્દીના પત્ની કોરોના પોઝિટિવ છે અને હજુ સારવાર હેઠળ છે.