ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભલે એમ કહે કે પરપ્રાંતીયોને મફત તેમના વતનમાં મોકલવામાં આવે છે પરંતુ વતનમાં જતા પ્રવાસીઓ રેલવેને ભાડુ ચુકવે છે તે પણ હકીકત છે. વડોદરાથી અત્યાર સુધી ઉત્તર પ્રદેશ માટે પાંચ અને બિહાર માટે એક મળી કુલ છ ટ્રેન રવાના કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું છે કે છ ટ્રેનોમાં ૭૨૦૦ જેટલા પરપ્રાંતીયોને તેમના વતનમાં વડોદરાથી મોકલવામાં આવ્યા છે. વતન જતા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તાલુકામાંથી બસમાં વડોદરા રેલવે સ્ટેશન લાવવામાં આવે તેઓની પાસેથી ૭૦૦ રૂપિયા ટિકિટ પેટે રકમ વસુલવામાં આવી છે જ્યારે વડોદરાથી જેઓને લઇ જવાયા છે તેમની પાસેથી ૫૪૦ રૂપિયા લેવામાં આવ્યા છે.