વડોદરામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા, 48 દર્દીઓને સારવાર બાદ અપાઈ રજા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jun 2020 06:47 PM (IST)
વડોદરામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે. વદોડરામાં આજે 48 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
વડોદરા: ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વડોદરામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા છે. વદોડરામાં આજે 48 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. વારસીયા, બરાનપુરા,વાધોડીયા રોડ, ફતેપુરા, યાકુતપુરા, નવાપુરા, હાથીખાના, વાડી, પથરગેટ, સમા, હરણી રોડ, દંતેર, આજવા રોડ વિસ્તારમાં નવા કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં કુલ 1953 કેસ નોધાયા અને 1303 લોકોને રજા આપવામાં આવી છે. કોરોના વાયરસના 255 સેમ્પલ માંથી 42 કેસ પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસ સામે લડી આજે વધુ 48 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામે લડી 1303 દર્દીઓ સાજા થયા છે.