વડોદરાઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના થતાં ખળભળટ મચ્યો છે. ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં માંજલપુર ખાતે આવેલી બેંકર સુપર સ્પેશયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. આજે સવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે લઇ જવાયા છે.

ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમદવાર હતા. 19 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણી અને તે પહેલાં ભરતસિંહ સોલંકી કોંગ્રેસના તમામ ધારાસભ્યોના સંપર્કમાં આવ્યા હોવાથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપરાંત રાજ્યસભાના વિજેત ઉમેદવાર શક્તિસિહં ગોહિલ સહિતના નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે.



આ ઉપરાંત ભરતસિંહ સોલંકી રાજ્યસભાની ચૂંટણીના મતદાન સમયે ભાજપના પણ અનેક નેતાઓને મલ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ તે મળ્યા હતા એ જોતાં ભાજપના ધારાસભ્યો તથા નેતાઓને પણ કોરોના થવાની શક્યતા છે. આ ઉપરાંત ચૂંટમી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓ સાથે પણ તે સંપર્કમાં આવતાં તેમને પણ કોરોના થવાનો ખતરો વધી ગયો છે.

ભરતસિંહ સોલંકીની તબિયત રવિવારે નાદુરસ્ત થતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ પોઝિટિવ આવતાં ભરતસિંહ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.