વડોદરાઃ વડોદરામાં સિનિયર સિટિઝન દંપતીમાં પત્નિને પતિના વરસોથી ચાલતા અન્ય મહિલા સાથેના સંબંધોની ખબર પડી જતાં ડીપ્રેશનમાં આવી ગયેલાં મહિલાએ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માંગી હતી. અભયમના મહિલા કાઉન્સેલર અને મહિલા પોલીસે બંનેનું કાઉન્સેલિંગ કરીને વૃધ્ધને સમજાવતાં તેમણે છેવટે આ સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની લેખિતમાં ખાતરી આપતાં સમાધાન થયું હતું.
વડોદરાના આઇપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય પુરૂષ અને તેમનાં પત્નિને ત્રણ સંતાનો છે. સંતાનોના લગ્ન પણ થઇ ગયા છે અને તેમને ત્યાં પણ બાળકો છે. બંનેનું લગ્નજીવન સુખી હતું ત્યાં એક દિવસ મહિલાના હાથમાં તિજોરીના એક ખૂણામાં કપડાં નીચે સાચવીને મૂકેલું બંધ કવર આવી ગયું હતું. તેમણે કવર ખોલ્યું તો અંદરથી પતિના પ્રેમપત્રો નિકળ્યા હતા. પતિએ સાચવી રાખેલા એ પ્રેમપત્રો વાંચતા પતિના 30 વર્ષથી ચાલતા એક મહિલા સાથેના પ્રેમ સંબંધોની વિગતો મળી હતી.
આ પત્રો વાંચીને મહિલા ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. તેમને આપઘાત કરી લેવાના વિચારો આવતા હતા તેથી છેવટે તેમણે મહિલા હેલ્પલાઈન અભયમને ફોન કરી મદદ માંગી હતી. અભયમના કાઉન્સેલર અને મહિલા પોલીસે તેમને સાંભળ્યા હતા. સિનિયર સિટિઝન મહિલાએ અભયમને કહ્યું હતું કે, 40 વર્ષથી હું અને મારા પતિ એકબીજા માટે પ્રેમભાવ રાખીએ છીએ તે જોતાં આ પ્રેમ પત્રો તેમના હોય તેમ માની શકતી નહતી પણ પત્રો વાંચતી ગઇ તેમ તેમ મને વિશ્વાસ આવી ગયો કે, આ પત્રો મારા પતિના જ છે.
તેમના પતિને પૂછપરછ કરતાં તેમણે હાલમાં પણ પ્રેમ સબંધો ચાલુ હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી પ્રેમ સબંધો હોવા છતાં કદી પત્નિ અને બાળકોને કોઇ તકલીફ પડવા દીધી નથી.
અભયમે આ પ્રકારના સબંધો સમાજ અને કાયદામાં માન્ય નથી તેમ કહી કાયદાકીય સમજ આપતાં તેમણે ભૂલ સ્વીકારીને હવે પછી સબંધો નહીં રાખવાની લેખિતમાં ખાતરી આપી હતી.
વડોદરાઃ 65 વર્ષના પુરૂષને 30 વર્ષથી હતા લગ્નેતર સંબંધ, અચાનક પત્નિને આ સંબંધોની કઈ રીતે પડી ખબર ? પછી શું થયું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2020 07:18 AM (IST)
વડોદરામાં સિનિયર સિટિઝન દંપતીમાં પત્નિને પતિના વરસોથી ચાલતા અન્ય મહિલા સાથેના સંબંધોની ખબર પડી જતાં ડીપ્રેશનમાં આવી ગયેલાં મહિલાએ મહિલા હેલ્પલાઈન પાસે મદદ માંગી
- - - - - - - - - Advertisement - - - - - - - - -