વડોદરાઃ મધ્ય ગુજરાતની ડાકોર નગરપાલિકાના 7 સભ્યોનું સભ્યપદ છીનવાયું છે. ગત ટર્મમાં ભાજપમાંથી બરતરફ કરાયેલ 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વ્હીપનો અનાદર કરવા બદલ ડિસ્ક્વોલિફાઇ કરી દેવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ડાકોર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 3 માર્ચ 2018ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ માટે ભાજપના સભ્યોને પાર્ટીનો મેન્ડેટ ધરાવતા પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારને મતદાન કરવા વ્હીપ આપ્યો હતો. જોકે, તેમાંથી સાત સભ્યોએ વ્હીપનો અનાદર કરી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
વ્હીપનો અનાદર કરનાર કલ્પેશકુમાર ભટ્ટ, ઝલક ખંભોળજા, મમતબેન શાહ, ઉપેન્દ્રકુમાર ઉપાધ્યાય, વનીતાબેન શાહ, શિતલબેન પટેલ અને અક્ષયકુમાર પટેલને ડાકોર પાલિકાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવાયા છે. નોંધનીય છે કે, શહેરી વિકાસ વિભાગમાં સભ્યપદ રદ કરાવવા કેસ ચાલતો હતો. બીજી ટર્મના મતદાન પછી આ નિર્ણય આવતા રાજકીય ખેલ ખેલાયોનો આક્ષેપ થઈ રહ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત રાજ્ય-ગાંધીનગર તરફ આ હુકમ કરાયો છે.
ગુજરાતની કઈ નગરપાલિકાના ભાજપના 7 સભ્યોને કરાયા સસ્પેન્ડ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 12:02 PM (IST)
ડાકોર નગરપાલિકાના 7 સભ્યોનું સભ્યપદ છીનવાયું છે. ગત ટર્મમાં ભાજપમાંથી બરતરફ કરાયેલ 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -