ફાયરિંગની ઘટનાને લઈને લોકોનાં ટાળાં એકઠા થઇ ગયાં હતાં અને રસ્તા રોકો આંદોલન કરતાં હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પોલીસે કાર્યવાહી કરવાની ખાતરી આપતાં મામલો થાળે પડ્યો હતો.
વડોદરામાં દુમાડ ચોકડી પર 5 રાઉન્ડ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ફાયરિંગ કરનાર આરોપી આયુબ પઠાણ કારને લઇને આવતો દેખાયો હતો. આરોપી આયુબ પઠાણના હાથમાં રિવોલ્વર જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લોકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. આરોપીઓને 24 કલાકમાં પકડવાની માંગ કરી હતી. ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોને ઇજા પહોંચી હતી અને એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.