વડોદરામાં ડેંગ્યૂથી 8 વર્ષની બાળકીનું મોત, ડેંગ્યૂથી મોતનો મૃત્યુ આંક 18 થયો
abpasmita.in | 02 Nov 2016 10:43 AM (IST)
વડોદરાઃ ડેંગ્યૂનો કહેર યથાવત છે, શહેરમાં ડેંગ્યૂથી 8 વર્ષીય બાળકીનું મોત થયું છે. વડોદરામાં ડેંગ્યૂછી મોતનો કુલ આંક 18 પર પહોંચી ગયો છે. જ્યારે ઝેરી મેલેરિયાથી અત્યારસુધી 5 ના મોત થયા છે. તો મછરજન્ય રોગથી મૃત્યુઆંક વધીને 23 પર પહોંચી ગયો છે. શહેરમાં એક તરફ રોગચાળો વકરી રહ્યો છે. છતા તંત્રનું પેટનું પાણી હલતુ નથી અને સબ સલામત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.