CIME NEWS: વાઘોડિયાના જરોદમા કિશોરીની જાહેરમા છેડતીની ઘટના સામે આવી છે. MP હાઈસ્કુલના ક્લાર્ક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. 13 વર્ષની કિશોરીને 42 વર્ષના તેની જ શાળાના ક્લાર્કે છેડતી કરતા ચકચાર મચી ગઈ છે. ક્લાર્કે બજારમા હાથ પકડી વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરી હતી. સતામણીથી ત્રાસેલી કિશોરીએ માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
ગણપત ભાલીયા નામના આરોપીની પોલીસે ગણતરીની મિનીટોમાં જ ધરપકડ કરી લીધી હતી. વિદ્યાર્થિનીની અગાઉ પણ શાળામાં ક્લાર્કે જાતીય સતામણી કરી હોવાની વાત સામે આવી છે. લેડિઝ ટોયલેટથી પરત ફરતી આજ વિદ્યાર્થિનીનો હાથ પકડી આરોપીએ બિભત્સ માગણી કરી હતી. માનસિક વિકૃતી ધરાવનાર ક્લાર્કે સરસ્વતીના વિદ્યા મંદિરને બદનામ કર્યું છે.
શાળામાં આ પ્રકારના માનસિક વિકૃતી ધરાવનારથી વિદ્યાર્થિનીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોસ્કો સહિતની કલમ હેઠળ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થિનીની માતાએ ક્લાર્ક વિરુધ્ધ ફરિયાદ નોંઘાવી હતી. પોલીસે આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હાથ છે.
વલસાડમાં માથા વગરની બાળકની લાશ મળી આવતા ચકચાર
વાપીમાં આવેલ દમણ ગંગા કેનાલમાંથી નાના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. કરવડ ગામમાંથી પસાર થતી દમણ ગંગા નહેરમાંથી બાળકનું માત્ર ધડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાં ધડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પગ અને માથાનો ભાગ શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. દાદરા નગર હવેલી અને વલસાડ પોલીસે સંયુક્ત રીતે તપા, હાથ ધરી છે. ધડ મળવાની ઘટનામાં એફએસએલની ટીમની પણ મદદ લેવાઈ છે. બાળક ઓળખ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર
વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.
ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા
લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.