વડોદરા: શહેર કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીના ડ્રાઈવરની ઘોર બેદરકારી સામે આવી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં સમીમ પાર્ક ખાતે  6 વર્ષના બાળકને ડોર ટુ ડોર કચરા કલેકશન ગાડીએ કચડ્યો છે. ડોર ટુ ડોરની ગાડી નીચે આવતા બાળકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સવારના સમયે સમીમ પાર્ક ખાતે કચરા કલેકશન માટે ગાડી આવી હતી. ગાડી રિવર્સમાં લેતા બાજુમાં રમતા 6 વર્ષના બાળકનું કાચડાઈ જતા મોત નિપજ્યું.  ડ્રાઈવરની આ ઘોર બેદરકારીને કારણે પરિવારે વહાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


પંચમહાલ: બાઇક પાર્ક કરવા જેવી બાબતે થઈ જૂથ અથડામણ


પંચમહાલ: હાલોલ તાલુકાના હીરાપુરા ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. દુકાન પાસે બાઇક પાર્ક કરવા બાબતને બબાલ થઈ છે. બબાલ વધુ ઉગ્ર બનતા લાકડી અને દંડા વડે એકબીજા પર કર્યો હૂમલો કર્યો હતો. આ હુમલામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


મોડી રાત્રે ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકાઈ
ખેડા: રામનવમી પર થયેલી હિંસા બાદ ખંભાત વિસ્તારમાં તંગદીલી જોવાઈ રહી છે. કોઈ મોટી ઘટના ન બને તે માટે રાજ્યની તમામ એજન્સીઓ કામે લાગી છે. તો બીજી તરફ મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી વિવાદાસ્પદ પોસ્ટ મુકતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. મોળી રાત્રે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ડાકોર પોલીસ અને ખેડા LCB દ્વારા વાતાવરણ ન ડોહળાય તે માટે પેટ્રોલિંગ કર્યું હતું. અરજીના આધારે પુરેપુરી તપાસ કરશે LCB.