વડોદરા: ગુજરાતના રાજકારણમાં હાલ મોટી હલચલ ચાલી રહી છે. રાજ્યના બે મંત્રીઓ પાસેથી મંત્રાલય છીનવી લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. તોો બીજી તરફ વડોદરામાં આશ્ચર્ય જનક બેનર લાગતા સૌ કોઈ ચોંકી ગયા છે. સંગઠન સર્વોપરી નામનું કાળું બેનર લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વડોદરાના પંચમુખી મહાદેવ મંદિર સામે આ બેનર લગાવવામાં આવ્યું છે. આ બેનર નિહાળી રાહદારીઓમાં પણ તર્ક વિતર્ક સર્જાયા છે. તો બીજી તરફ ભાજપની જ જૂથબંધીનું પરિણામ હોવાની ચર્ચા લોકમુખે થવા લાગી છે.


પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત


PM Modi Visits Gujarat: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત વધારી દીધી છે. હવે આ કડીમાં પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે.


પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ યુનિ.ના પાછળના નોન-યુઝ મેદાનમાં સુવિધા ઉભી કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. સ્મૃતિવનનું અર્થક્વેક મ્યુઝિયમ પૂર્ણ કરવા એજન્સી 24 કલાક દોઢસો કામદારો પાસે કામ કરાવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંદાજિત દસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને જાહેરાત કરશે.


દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી


વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમા બે મત્રીઓ પાસેથી ખાતા પરત લેવામાં આવતા રાજકારણ ગરમાયું છે. રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના ખાતા પરત લેવામાં આવ્યા છે. હવે આ અંગે કોંગ્રેસ બીજેપી સરકાર પર પ્રહાર કરી રહી છે. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, સી.આર.પાટીલે ચાલુ ભાષણે ફોન ઉપાડવો પડ્યો હતો.


મનિષ દોશીએ આરોપ લગાવતા કહ્યું કે, 2017માં ભાજપે જુઠ્ઠાણા ફેલાવી સત્તા મેળવી હતી. ત્રણ વર્ષમાં મંત્રી મંડળ બદવું પડ્યું. જે મંત્રીઓના વખાણ કરતા તે ખોટા ? ખેડા જિલ્લામાં જુદા-જુદા સર્વે નંબરની જમીનના કાચા ચિઠ્ઠા રાજેન્દ્ર ત્રિવેદીના હાથમાં આવ્યા હતા. જે તેમને દિલ્હીના બોસને આપ્યા. 30 હજાર ચોરસ મીટર જમીન કોના નામે હતી ? અમદાવાદમાં પણ અનેક જમીનમાં આવું થયુ છે. દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી છે. ખોટા ખેડૂતો ઉભા કરાયા હતા. પુર્ણેશ મોદીએ એક્ટ ઓફ ગોડ નડ્યો. ખાડા તો ના પુરાયા પણ મંત્રી હટી ગયા. ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.