Vadodara:  વડોદરામાં કિન્નરનો વેશ ધારણ કરી ગુનાઓ આચરનાર રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મૂળ રાજકોટના પડધરીના 41 વર્ષીય મહેશનાથ પરમારની ધરપકડ કરી હતી. ડભોઇ રોડ ખાતે બ્રેજા કારમાંથી બાતમીને આધારે તે ઝડપાયો  હતો. કિન્નરના વેશમાં લોકોને સંતાન પ્રાપ્તિની લાલચ આપી પૂજા કરવાના નામે ઠગાઈ કરતો હતો. પોલીસને કારમાંથી સાડી,બ્લાઉઝ,ચણીયો અને દાગીના મળી આવ્યા હતા. 8 શહેરોમાં 15 થી વધુ ગુનાનો આચરી ચુક્યો છે.


આગામી પાંચ દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી ચાર દિવસ વરસાદ રહેશે. થેડર સ્ટ્રોર્મ લાઈટનિંગ સાથે વરસાદ પડશે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી  છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો નહીં થાય. રાજસ્થાન ઉપર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ સાંજના સમયે વરસાદ રહેશે. કચ્છ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા બનાસકાંઠા, અમરેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે.


સાવલીપંથક સહિત રાજ્યમાં ખેડૂતો ને બે દિવસ થી કુદરતી આફત માવઠા નો માહોલ હતો અને અનેક ઉનાળુ પાકમાં અસર જોવા મળીછે જ્યારે સાવલી ની સીમ ના તમાકુ ના ખેતરમાં નર્મદા સિંચાઈ યોજના સંચાલિત ભૂગર્ભ પાણી ની લાઇન માં લીકેજ ના કારણે પાણી ફરીવળતાં ખેડૂત ને રાતાંપાણી એ ન્હાવા નો વારો આવ્યો

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં પવન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે અને અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા છે, જેની અસર જનજીવન સહિત ખાસ કરીને ઉનાળુ પાકની ખેતી કરતાં ખેડૂતોમાં જોવા મળી રહી છે.  


પોરબંદરના બરડા પંથકમાં આજે ફરી કમોસમી વરસાદ પડ્યો. બપોરના ત્રણ વાગ્યાની આસ પાસ સીમર ગામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં પડેલા શિયાળુ પાક,પશુઓના ઘાસચારા અને ઉનાળુ પાકને નુકશાન થયું છે.


કચ્છમાં ચોથા દિવસે પણ વરસાદી માહોલ છે. નખત્રાણા-લખપત તાલુકાને જોડતા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નેત્રા, માતાનામઢ,નખત્રાણા,રવાપર, દેશલપર, સહિત વિસ્તારમાં વરસાદ છે. વીજળીના કડકા -ભડાકા સાથે વરસાદી માહોલ છે. સતત પડી રહેલા કમોસમી વરસાદથી કેરીના પાકને પણ નુકશાનની ભીતિ છે.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ જારી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદની સાથે કરા પડ્યા હતા. ભારતીય હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં કરા સાથે હળવા વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં આજે વરસાદની સંભાવના છે, જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપમાન પર નજર કરીએ તો આજે મહત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે. 21 માર્ચે દિલ્હીમાં તાપમાન સરખું જ રહેશે અને વરસાદની સંભાવના છે.