વડોદરા:મહાઠગ કિરણ પટેલ જેવો જ બીજો એક કિસ્સો સામે આવ્યો છે. મંયક તિવારી નામનો આ શખ્સ PMO ઓફિસનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને રોફ જમાવતો હતો.
કિરણ પટેલ જેવો જ એક બીજો શખ્સ વડોદરાના વાઘોડિયાથી ઝડપાયો છે. આ શખ્સ પણ કિરણ પટેલની જેમ પીએમઓ ઓફિસનો અધિકારી હોવાની ખોડી ઓળખ આપીને ફાયદા ઉઠાવતો હતો તેમજ રોફ જમાવતો હતો. આ શખ્સે મિત્રના પુત્રના એડમિશન માટે પારૂલ યુનિવર્સિટીમાં પણ પીએમઓ હોવાની ખોટી માહિતી આપી હતી. યુનિવર્સિટી દ્રારા તેની ફરિયાદ કર્યાં બાદ મયંક તિવારી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે અન્ય સરકારી કચેરીમાં પણ આ રીતે ઓળખ આપીને ખોટો ફાયદો ઉઠાવવાની કોશિષ કરી હતી. વડોદરા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરીને શખ્સની સઘન પૂછપરછ શરૂ કરી છે.
કિરણ પટેલે પણ પીએમઓના અધિકારી હોવાની આપી હતી ખોટી ઓળખ
કિરણ પટેલે પણ આવી જ રીતે પીએમઓનો અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને અનેક રીતે ખોટા ફાયદા ઉઠાવ્યા હતા. આ પહેલા કિરણ પટેલે પણ આ રીતે ખોટી ઓળખ આપીને વીઆઇપી સુરક્ષા મેળવી હતી અને જમ્મુ કાશ્મીરમાં પ્રોટેકશન સાથે ફરતો ઝડપાયો હતો.મહા ઠગ કિરણ પટેલ જેવું જ એક બીજુ કાંડ બહાર આવ્યું હતું જેમાં તે સીએમઓની ખોટી ઓળખ આપીને ધાક જમાવતો હતો. વિરાજ શાહ ઉર્ફે વિરાજ પટેલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઇ હતી.
વિરાજ પટેલે સીએમઓ ઓફિસના અધિકારીની આપી હતી ઓળખ
વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને મહિલા મોડલને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો. આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો હતો.
Join Our Official Telegram Channel: