વડોદરા: એક તરફ રાજ્યમાં નવારત્રિના તહેવારને લઈને ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગરબામાં મુસ્લીમ યુવકોના પ્રવેશન પર પ્રતિબંધને લઈને રાજકારણ ગરમાયું છે. હવે આ કડીમાં વડોદરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલો ગ્રાઉન્ડ ખાતે દશેરાના દિવસે રામલીલા અને તે બાદ રાવણ દહનનો કાર્યક્રમ યોજાવાનો છે. જોકે નવીન વાત એ છે કે, વિભીષણનું પાત્ર મુસ્લિમ યુવક આબીદ શેખ ભજવશે જે ચર્ચાનું કારણ બન્યું છે.


વડોદરામાં ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા સતત 43મા વર્ષે દશેરાના દિવસે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. 50થી 55 ફૂટના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે તે પહેલાં રામલીલા યોજાશે.રામલીલા સમિતિ દ્વારા રામલીલાના પાત્રો પસંદ કરાતા હોય છે. જેમાં છેલ્લા 14 વર્ષથી મુસ્લિમ યુવક આબીદ શેખ રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે, જે આ વર્ષે વિભીષણનું પાત્ર ભજવશે. જોકે આબીદ શેખ કહી રહ્યો છે કે હું 14 વર્ષથી રામલીલામાં લક્ષ્મણ સહિત અનેક પાત્રો હું ભજવી ચુક્યો છું.


નવરાત્રી ગરબામાં મુસ્લિમોને રમવા નહીં દેવા તે યોગ્ય નથી. જો કોઈ વ્યક્તિ સામે વાંધો હોય તો તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તિલક લગાવવાની આયોજકો વાત કરી રહ્યા હતા તો તિલક લગાવવાથી કોઈનો ધર્મ બદલાઈ જવાનો નથી પણ જો કોઈ ગેરકાયદેસર કામ કરે તો તેની સામે સખત કાર્યાવહી થવી જઈએ. તો રામલીલાના ડાયરેક્ટર કહી રહ્યા છે કે મુસ્લિમ યુવક આબીદ શેખ 14 વર્ષથી રામલીલામાં કામ કરી રહ્યો છે અહીંયા કોઈ જ ફરિયાદ આવી નથી. તે લક્ષ્મણનું પાત્ર ભજવી ચુક્યો છે અને આ વર્ષે તે વિભીષણ નું પાત્ર ભજવશે.


આજે નવલી નવરાત્રીનું આઠમું નોરતું છે. સૌ માઈ ભક્તો આસ્થાના આ પર્વના ધામધૂમથી ઉજવી રહ્યા છે. રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમતા જોવા મળી છે. ક્યાંક ડીજેના તાલ સાથે તો ક્યાંક જૂની અર્વાચીન રીતે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના અનેક ગાયકો માતાના ગરબા ગાઈ રહ્યા છે.



આ દરમિયાન ખેડામાંથી એક ગાયક કલાકારનો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવ્યું છે. તેમણે કહ્યું કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય.