રાજ્યમાં નાની વયે  હાર્ટ અટેકથી મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે.  વડોદરા શહેરમાં છેલ્લા  24 કલાક માં બે વ્યકિઓના  હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. જગદીશ પરમાર રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.


તો બીજી તરફ વડોદરામાં જ હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યા હતા દરમિયાન ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યાં હતા. તેમની સ્થિતિને જોતા તાબડતોબ તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી ન શકાયા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.                                           

તો બીજી તરફ ખેડાના કપડવંજમાં  છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે.  કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક  નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું.  યુવકની સ્થિતિને જોતા તેમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક  રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.                                                                                             


અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.