Vadodara : હરિધામ સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીના લેટરમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા નવો વિવાદ ઉભો થયો છે. આ આમંત્રણ આપતા લેટર પર ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિરોધી જૂથના સંતો અને સમર્થકોમાં રોષ વ્યાપ્યો છે. આ લેટર પર ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા પ્રશ્ન ઉભો થયો છે કે શું ત્યાગવલ્લભ સ્વામીએ મંદિર પર પોતાનો અધિકાર જમાવી દીધો ?
યોગી ડિવાઇન સોસાયટીના લેટર પર ત્યાગ વલ્લભ સ્વામીએ સહી કરી
હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરનો આ નવો વિવાદ યોગી ડિવાઇન સોસાયટીના લેટર પર ત્યાગ વલ્લભ સ્વામીએ સહી કરતા ઉભો થયૉ છે. યોગી ડિવાઇન સોસાયટીના સ્થાપક અક્ષરધામ નિવાસી હરીપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ વિવાદ ઉભો થયૉ છે. આ ઉજવણીના આમંત્રણના લેટરમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરી છે.
પ્રબોધ સ્વામીના જૂથની જિલ્લા પોલીસવડાને રજૂઆત
હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીના લેટરમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા પ્રબોધ સ્વામીનું જૂથ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પહોંચ્યું હતું. પ્રબોધ સ્વામીના જૂથના સભ્યોએ રજૂઆત કરી કે હાઈકોર્ટમાં કેસ ચાલે છે ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ કેમ? યોગી ડીવાઈન સોસાયટીના લેટરહેડ પર આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.