રાજ્યના વડોદરા જિલ્લામાં સરકારની મનરેગા યોજનામાં એક કૌભાંડનો ખુલાસો થયો છે. જિલ્લાના સમસાબાદ ગામની મનરેગા યોજનામાં બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા મહિલાનું જોબકાર્ડ બનાવી 75 દિવસની માસ્ટર રોલમાં હાજરી પૂરી 17 હજારથી વધુ રૂપિયાનું મહેનતાણું પણ ચૂકવી દેવામાં આવ્યું હતું. આટલું જ નહીં મૃતકના પરિવારની જાણ બહાર જ ATMમાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. જોકે રૂપિયા ઉપાડ્યાનો મેસેજ મૃતકના પુત્રને જતા તે પણ ચોંકી ઉઠ્યો હતો. હાલ તો મૃતકના પુત્રએ આ મુદ્દે કાર્યવાહી કરી ન્યાયની માંગ કરી છે.


નોંધનીય છે કે મૃતક ગંગાબેન પાટણવાડીયાનું 15 ફેબ્રુઆરી 2022માં અવસાન થયું હોવા છતા કૌભાંડીઓએ તેમના નામનું જોબકાર્ડ બનાવ્યું હતું. આ સાથે તેમના નામના મસ્ટરમાં 75 દિવસ સુધી હાજરી પણ દર્શાવવામાં આવી હતી. તેમના મહેનતાણાની રકમ 17 હજાર 925 રૂપિયા તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી.. બાદમાં આ રકમ મનરેગાના અધિકારી અને સરપંચે તેમના મળતિયાઓ મારફતે ઉપાડી લીધી હતી. કૌભાંડીઓએ સ્વ. ગંગાબેનનું જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીઓને બતાવવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લઈ લીધું હતું. ત્યારબાદ પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી.


આ કૌભાંડની તપાસ માટે અરજદારે રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપાઈ હતી. જેને કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિતનાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આખા કૌભાંડની વિગતો જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ TDO સહિત ત્રણ કર્મચારીઓની બદલી કરી નાંખી અને બદલી પહેલા આ કૌભાંડ અંગે સરકાર પક્ષે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. DDOની સૂચનાને પગલે TDOઓએ શનિવારના વરણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં વરણા પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી હતી.



કૌભાંડીઓએ  સ્વ. ગંગાબેનનુ જોબકાર્ડ અને ATM કાર્ડ અધિકારીને બતાવાના નામે ગંગાબેનના પુત્ર પાસેથી લીધું હતું. જેનાથી ગંગાબેનના એકાઉન્ટમાં પાંચ તબક્કામાં જમા થયેલી રકમ ઉપાડી લીધી હતી. દરમિયાન આ કૌભાંડની તપાસ માટે અરજદારે અરજીઓ કરતાં તપાસ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલને સોંપવામાં આવી હતી. જેમાં તેઓએ પણ કૌભાંડમાં સામેલ તત્કાલિન તલાટી ઉર્મિલા શાહ સહિત અન્ય ને બચાવવાના પ્રયાસો કર્યાં હતાં.

સમસાબાદના મનરેગા યોજના કૌભાંડની રજૂઆત જિલ્લા કલેકટર સુધી પહોંચતા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ સહિત ત્રણ કર્મચારીની બદલીના હુકમ કર્યા હતા. જેમાં તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલની સાવલી તાલુકા પંચાયતમાં કરી હતી. તેઓને છૂટા કરતાં પહેલાં સમસાબાદની તપાસ કરી ફરિયાદ દાખલ કરાવવા માટે સૂચના આપતા તેઓએ શનિવારે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વરણામાં પોલીસ સ્ટેશનમાં  તાલુકા વિકાસ અધિકારી માધુરી કંચનભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, સમસાબાદમાં જોબકાર્ડ ધારકોને જૂન- ડિસેમ્બર 2022ના સમયગાળામાં પાંચ તબક્કે રોજગારી આપવા માટે મસ્ટરો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. મસ્ટરોમાં હાજરી પુરીને વેતનના નાણાં શ્રમિકોને બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા. દરમિયાન એક શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડીયાના ખાતામાં રેગ્યુલર નાણાં જમા કરાવવામાં આવતા હતા.

75 દિવસની હાજરીના નાણાં ખાતામાં જમા કર્યાં

ગંગાબેન પાટણવાડીયાનું ફેબ્રુઆરી, 2022 અવસાન થયું હતું. સામાન્ય સંજોગોમાં શ્રમિકનુ મૃત્યુ થયા બાદ તેનું જોબકાર્ડ રદ્દ કરાવવાનું હોય છે પરંતુ આ કિસ્સામાં યોજનામાં મૃતકનું નામ ચાલુ હતું. તેના મસ્ટર રોલમાં 75 દિવસની હાજરી પણ પુરવામાં આવી હતી. તેના અનુસંધાને મહેનતાણા પેટે તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 17,925 જમા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન, મનરેગા યોજના હેઠળ બેન્ક ખાતામાં જમા થયેલા વેતનની રકમ વાસણા ભાયલી રોડ પર આવેલા બેન્કના ATM મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી અને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. વરણામાં પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ભેજાબાજ સામે મથકમાં રૂપિયા 17,925ની ઉચાપત મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.