વડોદરા: એમએસ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. આ દરમિયાન વધુ એક વિદ્યાર્થિની બેભાન થઈ છે. વિદ્યાર્થિનીને વિજિલન્સ ઓફિસમાં ખસેડતા સમયે દરવાજો નહીં ખોલતા રકઝક થઈ હતી. વિદ્યાર્થી અગ્રણીએ વિજિલન્સ ઓફિસનો દરવાજો તોડ્યો હતો. ઓફિસમાં દરવાજો તૂટતા કાચ વેરવિખેર થયા હતા. મામલો ઉગ્ર બનતા પોલીસ એક્શનમાં આવી છે.

Continues below advertisement

એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એબીવીપીના વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર સ્વરુપ લઈ રહ્યો છે. હેડ ઓફિસ ખાતે ધક્કા મૂકી અને વિરોધમાં ઓફિસ બહારના કાચ પણ તૂટ્યા છે. વિદ્યાર્થીઓ વીસીની કામગીરીથી નારાજ થઈ આજે વીસી લાપતાના પોસ્ટર પણ લગાવ્યા હતા. સુત્રોચાર સાથે હાલ ઉગ્ર વીરોધને લઈ સ્થાનિક પોલીસ પણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે પહોંચી છે.

આ સ્ટાર ક્રિકેટરના ઘરમાં થઈ ચોરી

વડોદારની મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના ઘરે ચોરી થઈ છે. લગભગ 8 થી 10 લાખ મુદ્દામાલ સાથે રોકડની ચોરી થઈ છે. મહિલા ક્રિકેટરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરમાં આ બનાવ બન્યો છે. હાલ વેસ્ટ ઝૉન મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન એવા તરંનુમ પઠાણના નિવાસ સ્થાને લગભગ રાત્રિના સમયે ચોરોએ ઘટનાને અંજામ આપ્યો છે. રેકી બાદ ચોરી થઈ હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે.

Continues below advertisement

કેવી રીતે પડી ખબર

વડોદરાના અકોટા ગામમાં મોટી મસ્જીદની બાજુમાં વડોદરાની નામાંકિત મહિલા ક્રિકેટર તરન્નુમ નાસીરખાન પઠાણ રહે છે અને તેની બાજુના જ મકાનમાં માતા મુમતાદબાનુ તેમજ પરિવારના અન્ય સભ્યો રહે છે. મોડી રાત્રે તરન્નુમ પોતાના મકાનને તાળું મારીને પાડોશમાં રહેતી માતા મુમતાજ બાનુને મકાનની દેખભાળ રાખવાનું જણાવી પરિવારના સભ્યો સાથે અજમેર ગઇ હતી. આજે સવારે માતા મુમતાજ બાનુએ પાડોશમાં રહેતી દીકરીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા અને મકાનનો દરવાજો ખુલ્લો જોતા ચોંકી ઉઠ્યા હતા. ક્રિકેટર તરન્નુમ એકલી જ પોતાના તુરંત જ તેઓએ અજમેર ગયેલી ક્રિકેટર દીકરી તરન્નુમને ફોન કરીને મકાનમાં ચોરી થઈ હોવાના સમાચાર આપ્યા હતા. ક્રિકેટર તરન્નુમે ઘરમાં ચોરી થયાના સમાચાર સાંભળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

 રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી અહીં હિટવેવની આગાહી

 હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસમાં ગરમીના પારામાં વધારો થશે. 4 દિવસ સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદની કોઈ આગાહી નથી, 2 થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. કચ્છમાં કેટલાક સ્થળે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જે મુજબ 37 ડિગ્રી જશે ત્યારે હિટવેવ થશે, ભુજમાં 39 ડિગ્રી થી 40 ડિગ્રી તાપમાન પહોંચશે. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 માર્ચે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે, માવઠાને લઈ ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર થશે. ખેડૂતે પાણી પીવડાવવું અને અન્ય ખેતી લક્ષી બાબતે ધ્યાન રાખવું. માર્ચમાં વરસાદ નથી હોતો પરંતુ એપ્રિલમાં રહે છે,  હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ નોંધાઇ રહ્યો છે.