Vadodara: વડોદારની મહિલા ક્રિકેટર તરન્નુમ પઠાણના ઘરે ચોરી થઈ છે. લગભગ 8 થી 10 લાખ મુદ્દામાલ સાથે રોકડની ચોરી થઈ છે. મહિલા ક્રિકેટરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરમાં આ બનાવ બન્યો છે. હાલ વેસ્ટ ઝૉન મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન એવા તરંનુમ પઠાણના નિવાસ સ્થાને લગભગ રાત્રિના સમયે ચોરોએ ઘટનાને અંજામ આપ્યો છે. રેકી બાદ ચોરી થઈ હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે.


કેવી રીતે પડી ખબર


વડોદરાના અકોટા ગામમાં મોટી મસ્જીદની બાજુમાં વડોદરાની નામાંકિત મહિલા ક્રિકેટર તરન્નુમ નાસીરખાન પઠાણ રહે છે અને તેની બાજુના જ મકાનમાં માતા મુમતાદબાનુ તેમજ પરિવારના અન્ય સભ્યો રહે છે. મોડી રાત્રે તરન્નુમ પોતાના મકાનને તાળું મારીને પાડોશમાં રહેતી માતા મુમતાજ બાનુને મકાનની દેખભાળ રાખવાનું જણાવી પરિવારના સભ્યો સાથે અજમેર ગઇ હતી. આજે સવારે માતા મુમતાજ બાનુએ પાડોશમાં રહેતી દીકરીના મકાનના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોતા અને મકાનનો દરવાજો ખુલ્લો જોતા ચોંકી ઉઠ્યા હતા. ક્રિકેટર તરન્નુમ એકલી જ પોતાના તુરંત જ તેઓએ અજમેર ગયેલી ક્રિકેટર દીકરી તરન્નુમને ફોન કરીને મકાનમાં ચોરી થઈ હોવાના સમાચાર આપ્યા હતા. ક્રિકેટર તરન્નુમે ઘરમાં ચોરી થયાના સમાચાર સાંભળતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.


અંતિમ ટેસ્ટમાં મોટો દાવ રમશે ટીમ ઇન્ડિયા


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. આ મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર શક્ય છે. ભારતીય ટીમ ચોથી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો કરી શકે છે. ઈન્દોર ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી હતી. પરંતુ સિરાજ આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. ત્રીજી મેચમાં તેણે પોતાની બોલિંગથી ઘણા નિરાશ કર્યા હતા. તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહતો. તેના નિરાશાજનક પ્રદર્શનને જોઈને તેને અમદાવાદ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ અનુભવી બોલર મોહમ્મદ શમીને ચોથી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં તક મળવાની પુરી સંભાવના છે.


અત્યારે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો મોહમ્મદ શમીએ મોહમ્મદ સિરાજ કરતા વધુ સારી બોલિંગ કરી છે. શમી આ સીરિઝમાં અત્યાર સુધી 2 મેચ રમી ચૂક્યો છે અને 7 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 60 રનમાં 4 વિકેટ મેળવવાનું હતું. જ્યારે મોહમ્મદ સિરાજ વર્તમાન શ્રેણીમાં 3 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. જો છેલ્લી ત્રણ મેચમાં જોવામાં આવે તો સિરાજ લયમાં જોવા મળ્યો ન હતો. આ દરમિયાન તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને અનુભવી બોલર મોહમ્મદ શમી વાપસી કરશે. શમી પાસે આ વિકેટ પર બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. કારણ કે તે IPL ટીમ ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ છે.