Vadodara News:  વડોદરા શહેર નજીકના સરાર ગામે રહેતા 30 વર્ષના યુવકને મગર ખેંચી જતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઇ યુવાનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ, મોડીરાત સુધી તેની કોઇ ભાળ મળી નહતી. આજે પાણીના વહેણ માંથી સ્થાનિક લોકોને યુવાનની બોડી મળી આવી હતી. વરણામાં પોલીસે યુવાનની બોડીને બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મગરે બચકા ભરેલી હાલતમાં યુવાનની બોડી મળી આવી હતી.

Continues below advertisement


વડોદરા શહેર નજીકના સરાર ગામે રહેતો ૩૦ વર્ષનો દિલીપ જગદીશભાઇ કહાર ખેતી કામ કરે છે. ગઈકાલે સાંજે તે પોતાનું કામ  પતાવીને ઘરે  પરત આવતો હતો. રસ્તામાં આવતી રંગાઈ ખાડી પાસે તે મોંઢું ધોવા માટે ઉભો રહ્યો હતો. તે દરમિયાન એક મગર તેને પાણીમાં અંદર ખેંચી ગયો હતો. નજીકમાં રમતા બાળકોએ મગરને જોઇ જતા તેમણે દિલીપના ઘરે જઇને જાણ કરતા દિલીપનો ભાઇ નીતિન તથા અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. નીતિને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. નીકમાં પાણી ઓછું હતું. પરંતુ, ઝાડી અને ઝાંખરા વધારે હોવાથી દિલીપની કોઇ ભાળ મળી નહતી. ફાયરબ્રિગેડને મગર પણ મળી આવ્યો નહતો. મોડી રાત સુધી ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.  જોકે આજે તેની ડેડ બોડી મગરે ફાડી ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.



Vadodara: ખેતી કામ કરીને પરત આવતો યુવક ખાડીમાં ગયો મોઢું ધોવા, અચાનક મગર આવ્યો ને.....


અમદાવાદ ઈસ્કોન બ્રિજ ઘટના બાદ પણ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમા આજે સુરતમાં ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવીને બાઈક ચાલક અને રાહદારીને અડફેટે લીધા છે. કારની અડફેટે આવતા બાઈક સવાર ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને ત્રણ બાઈક સવાર અને 2 રાહતદરીને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક 20 ફૂટ સુધી ઢસડ્યા હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કાર સવાર સાજન ઉર્ફે સન્ની પટેલે પુરપાટ ઝડપે કાર ચાલવીને અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં વિવેક, કિશન હીરપરા, ઋષિત અને યશ નામના યુવકોને ગંભીર ઈજા પહોંચી હતી. કારચાલક નશામાં હોવાની શંકા થઈ હતી તેમજ લોકોએ તેને મેથી પાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યો હતો. આરોપીએ BRTS રૂટમાં પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જયો હતો.