Vadodara News: વડોદરાના ડભોઇ ફરતિકુઈ નજીક બાઇક સ્લીપ થતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. ડભોઇથી વડોદરા તરફ બાઇક લઈ જતા યુવકની બાઇક સ્લીપ થઇ હતી. જેમાં પાછળથી આવતા આઇસરના પાછળના ટાયરમાં યુવકનું માથું આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ડભોઇ પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક ગંધારા ગામનો કમલેશભાઈ રાઠોડિયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરામાં ભાજપના કાર્યકરની ઘાતકી રીતે હત્યા કરવાના બનાવમાં પોલીસે બહુચર્ચિત બાબુલ પરીખના પુત્ર પાર્થ અને અન્ય બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પાર્થે સાહિલને ફોન કર્યો હતો. અને સાહિલ રસ્તામાંથી વિકાસને સાથે લઇને સ્થળ પર પહોંચ્યો હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવી છે.
રેસકોર્સ વિસ્તારમાં કાર પાર્કિંગ બાબતે થયેલી તકરારના બનાવ બાદ પાર્થ બાબુલ પરીખે તેના બે સાગરીત વાસિક ઉર્ફે સાહિલ ઇકબાલ અજમેરી તેમજ વિકાસ પરસોત્તમ લોહાણાની સાથે તા.25મીએ રાતે ભાજપના કાર્યકર સચીન ઠક્કર અને તેના પિતરાઇ ભાઇ પ્રિતેશ ઠક્કર પર લાકડીથી હુમલો કરતા મોત નિપજ્યું હતું.આ કેસમાં રિમાન્ડ પર લેવાયેલા ત્રણ આરોપીઓની કસ્ટડી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, સચીન અને પ્રિતેશ જ્યારે પાર્થના ઘરે ગયા હતા. જેની જાણ પાર્થની મમ્મીએ ફોન કરીને પાર્થને કરી હતી. જેથી, ગુસ્સે ભરાયેલા પાર્થે વાસિક ઉર્ફે સાહિલને ફોન કરીને હકીકત જણાવી ઘરે આવવા કહ્યું હતું. વાસિક ટુ વ્હીલર લઇને રેસકોર્સ આવવા નીકળ્યો હતો. રસ્તામાં તેને વિકાસ મળી જતા વિકાસને પણ પોતાની સાથે લઇ લીધો હતો. પાર્થ પોતાની કાર લઇને પહોંચે તે પહેલા જ વિકાસ અને વાસિક ત્યાં પહોંચી ગયા હતા. પાર્થ પહોંચ્યો પછી ત્રણેય આરોપીઓ બંને ભાઇ પર તૂટી પડયા હતા. સચીન ઠક્કર પર લાકડીથી ઝનૂન પૂર્વક થયેલા હુમલામાં તે લોહીલુહાણ થઇને ઢળી પડયો હતો. જે હુમલાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
આ પણ વાંચોઃ