વડોદરાઃ વડોદરામાં 29 વર્ષના યુવાનને યુવતી સાથે શારીરિક સંબંધ બંધાયા હતા ને બંને લિવ ઈનમાં સાથે રહેતાં હતાં. આ યુવકનો મૃતદેહ રહસ્યમય રીતે તેના ઘરમાંથી મળી આવ્યો છે, જ્યારે બીજી તરફ તેની સાથે રહેનારી ગર્લફ્રેન્ડ ગાયબ છે તેથી જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના જલગાંવનો 29 વર્ષનો સુનિલ યુવરાજભાઇ મોતીરાડેને કલ્પના નામની યુવતી સાથે સંબંધ બંધાતાં છેલ્લા પાંચ મહિનાથી વાસણા ભાયલી રોડ પરના વુડાના મકાનમાં ગર્લ ફ્રેન્ડ કલ્પના સાથે રહેતો હતો. સુનિલ ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતો હતો.
દરમિયાનમાં સોમવારે સુનિલ ઘરની બહાર નિકળતાં પાડોશીએ પોલીસને જાણ કરી હતી. જેપી રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડીને અંદર જોતા સુનિલે ફાંસો ખાઇ લીધો હતો. તેની લાશને નીચે ઉતારીને પોલીસે પી.એમ. માટે મોકલી આપી હતી.
પોલીસને સ્થળ પરથી સુનિલે આપઘાત કરતા પૂર્વે લખેલી છ લીટીની અંતિમચિઠ્ઠી મળી આવી છે. ચિઠ્ઠીમાં તેમણે પ્રેમમાં હતાશ થઇને આપઘાત કર્યો હોવાનું લખ્યું છે પણ તેની ગર્લફ્રેન્ડ કલ્પના ગાયબ છે તેથી પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે કરીને તપાસ હાથ ધરી છે. આપઘાત પૂર્વે સુનિલે છેલ્લે કોની સાથે વાતચીત કરી હતી, કોને મેસેજ કર્યો હતો તેની વિગતો પોલીસ મેળવી રહી છે.
સુનિલના માતા પિતા વતન જલગાંવ ખાતે રહે છે. તેની એક બહેન કારેલીબાગ વિસ્તારમાં રહે છે. પોલીસે સુનિલની બહેનને આપઘાતની ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ સુનિલની ગર્લફ્રેન્ડને પણ શોધી રહી છે. સુનિલ અને કલ્પના લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Vadodara: યુવકને યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, બંને લિવ ઈનમાં રહેવા લાગ્યાં, યુવકની ઘરમાંથી મળી લાશ ને ગર્લફ્રેન્ડ ગાયબ....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 12:28 PM (IST)
મહારાષ્ટ્રના જલગાંવનો 29 વર્ષનો સુનિલ યુવરાજભાઇ મોતીરાડેને કલ્પના નામની યુવતી સાથે સંબંધ બંધાતાં છેલ્લા પાંચ મહિનાથી વાસણા ભાયલી રોડ પરના વુડાના મકાનમાં ગર્લ ફ્રેન્ડ કલ્પના સાથે રહેતો હતો.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -