વડોદરાઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હવે વધુ એક રોગ મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. નવા કેસ આવવાની સાથે સાથે હવે મોતનો સમાચાર પણ સામે આવી રહ્યા છે. વડોદરામાં 3 લોકોના મ્યુકર માઈકોસીસથી મોત થયા છે.


વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના દર્દીની સંખ્યા સતત વધવાને કારણે હવે એસ.એસ.જી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. જ્યાં વધુ 12 દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ 10 દર્દની સર્જરી અને 10ની બાયોપ્સી કરવામાં આવી છે. હાલમાં એસ.એસ.જી હોસ્પિટલમાં કુલ 107 અને ગોત્રી હોસ્પિટલમાં 25 દર્દી સારવારળ હેઠળ છે.


શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ?


બ્લેક ફંગસ એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.


કોઈ વ્યક્તિ મ્યુકરમાઈકોસિસથી કેવી રીતે સંક્રમિત થઈ શકે ?


જે લોકો અગાઉથી જ કોઈ રોગથી પીડાતા હોય છે, જે વેરીકોનાઝોલ થેરેપી એટલે કે ગંભીર ફંગલ ઇન્ફેક્શનની સારવાર ચાલી રહી હોય, જેનું ડાયાબિટીસ નિયંત્રણમાં ના હોય.  સ્ટેરોઇડને લીધે ઈમ્યુનિટી પર અસર થઈ હોય અને જે લાંબા સમયથી આઇસીયુમાં છે, તેમને આ ફંગલ ઈન્ફેક્શ જલ્દી થઈ શકે છે.


શું કરવું


- હાઈપરગ્લાઈસીમીયા એટલે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો.


- કોરોનાથી સાજા થયા બાદ અથવા ડાયાબિટીઝમાં બ્લડ ગ્લુકોઝના સ્તરનું નિરીક્ષણ કરતા રહો .


- સ્ટેરોઇડ્સનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો.


- ઓક્સિજન થેરાપી દરમિયાન હ્યુમિડિફાયર્સમાં સ્વચ્છ, સ્ટરાઈલ પાણીનો ઉપયોગ કરો.


- એન્ટિબાયોટિક્સ અથવા એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ કરો


શું ન કરવું


- સંક્રમણના લક્ષણોને નજરઅંદાજ ન કરવું.


- બંધ નાકના દરેક કિસ્સામાં, એવું ન માનો કે તે બેક્ટેરિયાના સાઈનસાઈટિસના કારણે છે, ખાસ કરીને એવા દર્દીઓમાં, જેમની દવાઓના કારણે પ્રતિરોધક ક્ષમતા નબળી પડી છે.


- ફંગલ ઇન્ફેક્શનની તપાસ માટે મોટા પગલા લેવામાં અચકાશો નહીં.


- મ્યુકોરમાઈકોસિસ હોય તો સારવાર શરૂ કરવામાં જરા પણ સમય બગાડશો નહીં.


લક્ષણ અને ખતરો....


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ તો મ્યૂકૉરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના લક્ષણોમાં માથાનો દુઃખાવો, તાવ, આંખોમાં દુઃખાવો, નાક બંધ થવુ, સાઇનસ અને જોવાની ક્ષમતામાં થોડી થોડી અસર પડે છે. બ્લેક ફંગસ દર્દીઓની સંખ્યા ધીમે ધીમે વધતી જઇ રહી છે.