Vadodara: ગઈકાલે સાંજે 110 કિલોમીટર પ્રતિ કલાકના પવન સાથેના વાવાઝોડામાં ભારે વરસાદને કારણે વડોદરાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે. જોકે મા અંબાની આરાધનાસમાં નવરાત્રી ગરબા યોજવા આયોજકો યુદ્ધના ધોરણે કામગીરીમાં લાગ્યા છે.


વડોદરામાં ગઈકાલે મોડી સાંજે એકાએક ભારે પવન સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. 110 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાતા શહેરમાં રોડ રસ્તા ઉપર 100 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો દબાયા હતા. વીજ થાંભલા પણ પડ્યા હતા તો ભારે વરસાદ એટલે કે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. જ્યાં આયોજકો યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કરવાની કામગીરી કરાવી રહ્યા છે.


નવલખી મેદાનના નવરાત્રી મહોત્સવ, બાળગોપાલ ગરબા ગ્રાઉન્ડમાં મહાશક્તિ ગરબા ગ્રાઉન્ડ, યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ સહિત નાના મોટા મેદાનોમાં પાણી ગરબા મેદાનમાં કરાયેલી તૈયારીઓમાં પવનના કારણે પતરા ઉડી ગયા, શેડ ઉખડી ગયા અને પોલ પડી ગયા.  ગ્રાઉન્ડમાં પાણી ભરાતા હાલ માટી નાખી મેદાન વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે. છતાં પણ મેદાનમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આયોજકો  એક તરફ તનતોડ મહેનત કરી રહ્યા છે પણ છ દિવસ વરસાદની આગાહી હોય ખેલૈયાઓને ગરબા આયોજકો ચિંતામાં દેખાય રહ્યા છે. જોકે, તેઓએ સાથે સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે. ગરબા તો રમીશું જ.


આગામી 3 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી


હવામાન વિભાગે વરસદાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


24 કલાકમાં 181 તાલુકામાં ખાબક્યો વરસાદ


ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શ્રાવણ માસમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવામાં પણ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે, અતિભારે અને છૂટાછવાયા ઝાંપટા પડી રહ્યાં છે.


આ પણ વાંચો...


Gujarat Rain: 24 કલાકમાં 181 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 7 ઇંચ, વાંચો તમામ ડિટેલ્સ...