વડોદરાઃ શહેરના અકોટા ગાર્ડન સામેના એપાર્ટમેન્ટમાં રહેતી ૨૪ વર્ષની યુવતીએ નોકરીથી પરત આવીને યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ રહસ્યમય સંજોગોમાં પંખા પર લટકીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. આઇટી કંપનીમાં નોકરી કરતી યુવતીની આત્મહત્યા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, સન સ્ટોન ફ્લેટના ૩૦૧ નંબરનો ફ્લેટમાં રહેતી દીપિકા રાજપૂત(ઉ.વ.24)એ ત્રણ વર્ષ પહેલા દિવાળીપુરાની એક આઇટી કંપની જોઇન્ટ કરી હતી. કંપનીમાં તે એચઆર મેનેજર તરીકે નોકરી કરતી હતી. તેણે હજુ ત્રણ મહિના પહેલા સન સ્ટોનમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.
દીપિકાની નોકરી રાત્રની રહેતી હોવાથી તે સવારે જ ઘરે આવી હતી. ગઈ કાલે રાતે તેની તબિયત ખરાબ થતાં તે ઘરે આવી ગઈ હતી. સવારે તેની કામવાળી ફ્લેટ પર ગઈ હતી, પરંતુ ફ્લેટ નહીં ખુલતા તે ચાલી ગઈ હતી. બીજી તરફ વહેલી સવારથી તેના મિત્રો અને સાથીકર્મીઓ સતત તેનો સંપર્ક કરવા માટે ફોન કરી રહ્યાં હતા. પરંતુ ફોન પર કોઇ જવાબ મળ્યો ન હતો. આ પછી બપોરે દીપિકાના કેટલાંક મિત્રો ફ્લેટ પર આવ્યા હતા, પણ દરવાજો બંધ હતો. જેથી તેમણે પોલીસને કંટ્રોલરૂમમાં જાણ કરી હતી.
કંટ્રોલરૂમ દ્વારા ફાયર બ્રિગેડ તેમજ ગોત્રી પોલીસને જાણ કરાતા તેઓ ફ્લેટ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ફ્લેટની ગેલેરીમાં પહોંચી તપાસ કરતા દીપિકા પંખે લટકતી હાલતમાં મળી આવી હતી. ગોત્રી પોલીસને દીપિકાના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી.પોલીસે તેનો મોબાઈલ કબ્જે લીધો છે. મોબાઈલ ફોન લોક હોવાથી પોલીસ તેને અનલોક કરી તેમાં સોશિયલ મીડિયા તેમજ છેલ્લી તેની કોની સાથે વાતચીત થઈ છે તે અંગેની તપાસ કરી માહિતી મેળવી સુસાઇડનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરશે.
પોલીસે ફ્લેટના સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું હતું કે રાત્રે ૧૨ વાગે ફ્લેટ પર આવ્યા બાદ દીપિકા બહાર નીકળી જ નથી. દીપિકા રાત્રે બહારથી આવ્યા બાદ પહેરેલા કપડે જ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. દીપિકાએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
વડોદરાઃ અમદાવાદની 24 વર્ષીય યુવતીએ નોકરીથી પરત આવી કરી લીધો આપઘાત, કેવી હાલતમાં મળી આવી લાશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Nov 2020 12:05 PM (IST)
પોલીસે ફ્લેટના સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું હતું કે રાત્રે ૧૨ વાગે ફ્લેટ પર આવ્યા બાદ દીપિકા બહાર નીકળી જ નથી. દીપિકા રાત્રે બહારથી આવ્યા બાદ પહેરેલા કપડે જ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -