વડોદરાઃ વડોદરામાં સરકારી પ્લોટની હરાજીમાં વિજય રૂપાણી સરકારના એક મંત્રીએ પોતે બોલી લગાવીને 7.60 કરોડ રૂપિયામાં પ્લોટ ખરીદ્યો છે. રૂપાણી સરકારના રાજ્ય કક્ષાના નર્મદા મંત્રી યોગેશ પટેલે કોર્પોરેશનના પ્લોટોની હરાજીમાં ભાગ લઈને સૌથી ઉંચી બોલી લગાવીને પ્લોટ ખરીદ્યો છે.
વડોદરાના ગાંધી નગરગૃહ ખાતે કોર્પોશનના 27પ્લોટની જાહેર હરાજી યોજાઈ હતી. તેમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલે જાતે હરાજીમાં ઉપસ્થિત નહોતા રહ્યા પણ પોતાના વતી પ્રતિનિધિ તરીકે એમ. એસ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ભાજપના આગેવાન એવા સત્યેન કુલાબકરને હાજર રાખ્યા હતા. પટેલ વતી પ્લોટની બોલી બોલતી વખતે તે સ્થળ પરથી યોગેશ પટેલ સાથે મોબાઈલ પર સતત સંપર્કમાં હતાં.
યોગેશ પટેલ બોલી બોલતા હોવાથી તેમની સામે કોઈ ઉંચો ભાવ નહીં બોલે એવી અપેક્ષા હતી પણ આઈઓસીએલ અને કારેલીબાગના વૃધ્ધ બિલ્ડર આશિષકુમાર રમેશચંદ્ર શાહે પણ આ પ્લોટ ખરીદવા તૈયારી બતાવતાં ભાવ ધાર્યા કરતાં ઉંચા ગયા હતા. આઈઓસીએલના પ્રતિનિધિ થોડી બોલી બોલ્યા પછી બેસી ગયા હતા પણ કારેવીબાગના બિલ્ડર જ હરિફાઈમાં રહ્યા હતાં. તેમણે ઉંચી બોલી બોલવાનુ ચાલુ જ રાખતાં ભાવ ઉંચા ગયા હતા ને છેવટે યોગેશ પટેલે 7 કરોડ 59 લાખ 24 હજારની ઉંચી બોલી લગાવીને પ્લોટ ખરીદવો પડયો હતો.
રૂપાણી સરકારના મંત્રીએ કોર્પોરેશનની હરાજીમાં 7.60 કરોડમાં પ્લોટ ખરીદ્યો, કોના કારણે મંત્રીને પ્લોટ મોંઘો પડ્યો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 10:56 AM (IST)
યોગેશ પટેલ બોલી બોલતા હોવાથી તેમની સામે કોઈ ઉંચો ભાવ નહીં બોલે એવી અપેક્ષા હતી પણ આઈઓસીએલ અને કારેલીબાગના વૃધ્ધ બિલ્ડર આશિષકુમાર રમેશચંદ્ર શાહે પણ આ પ્લોટ ખરીદવા તૈયારી બતાવતાં ભાવ ધાર્યા કરતાં ઉંચા ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -