વડોદરા: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડિકલ સુવિધા મળી રહેવા તે હેતુથી  પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અપાયા છે. જોકે રાજ્યભરની હોસ્પિટલોમાં લોકોને સુવિધાઓ અપાયા બાદ હોસ્પિટલોને 300 કરોડથી વધુ નાણાં ઈન્સ્યુરન્સ કંપનીઓએ ન ચુકાવતા વડોદરાની 20 સહિત રાજ્યભરની અનેક હોસ્પિટલોમા આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. આ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરી વહેલી તકે નાણાં ચૂકવવા રજુઆત કરાઈ છે. બાકી નાણાં ચૂકવાયા બાદ જ હોસ્પિટલોમાં ફરીથી આયુષ્યમાન કાર્ડની સુવિધાઓ કાર્યરત કરાશે.


વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ


આ અંગે વિગતે વાત કરીએ તો, વડોદરાની 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની સેવાઓ બંધ કરાઈ છે. રાજ્યભરની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડને સેવાઓ બંધ થતા અનેક સવાલો ઉઠ્યા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ 300 કરોડથી વધુ નાણાં ન ચુકાવતા હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં વડોદરાની 300 હોસ્પિટલો સામેલ હતી. 


વડોદરા આઈ.એમ.એ પ્રેસિડેન્ટ મિતેષ શાહે નિવેદન આપતા કહ્યું કે, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીની સ્કીમ હતી. આયુષ્યમાન 5, 6 અને 7 જેમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે ગવર્નમેન્ટનું ટાયઅપ થયેલું હતું. ગુજરાત આઈ.એમ.એ તરફથી સ્ટેપ લેવાયું હતું. દરેક હોસ્પિટલોને ગૂગલ ફોર્મ મોકલવામાં આવેલું જેમાં કેટલા નાણાં બાકી છે જેમાં 300 કરોડથી વધુ નાણાં બાકી હોવાનો ખુલાસો થયો હતો.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી


સર્જરી લેવામાં આવતી હોય તેની કિંમત વધુ છે જો નાણાં ન મળે તો હોસ્પિટલ બંધ કરવી પડે તે સ્થિતિ સામે આવી હતી. છેલ્લા અઠવાડિયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળી રજુઆત કરવામાં આવી છે. આયુષ્યમાન 5, 6 અને 7 ના પૈસા રિલીઝ કરવાની માંગ કરાઈ હતી. અત્યારે આયુષ્યમાન 8 ચાલે છે જેમાં બજાજ અલાયન્સનો ઈનસ્યુરન્સ ચાલે છે જેમાં કોઈ તકલીફ નથી. સરકાર પાછલા નાણાં અપાવશે તો અમે ફરીથી આયુષ્યમાન કાર્ડ ચાલુ કરાવી શકીશું.


રાજ્યમાં બાળકોના કુપોષણ અંગેના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં 5 લાખ 70 હાજર 245 બાળકો કુપોષિત છે. રાજ્યમાં 1 લાખ 31 હજાર 419 બાળકો અતિકૂપોસિત છે.  આ આંકડા સામે આવતા જ વિપક્ષે સરકાર પર પ્રહારો કર્યા છે. આ અંગે કોંગ્રેસ વિધાનસભા પક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. ડબલ એન્જીન સરકારમાં સરકારના લોકો અને મળતીયા પોષિત બન્યા અને બાળકો કુપોષિત થયા. બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ૧૦૭૧૫ કરોડની જોગવાઇ કરાઇ છે. પરિમાણો દુખદ અને ખુબ ગંભીર સામે આવ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં ૧ લાખ ૧૮ હજાર ૪૧ બાળકો કુપોષીત હતા. ચાર વર્ષ બાદ વધીને તે સંખ્યા વધીને ૩૦ જિલ્લામાં ૧૨૫૯૦૦ થઇ છે. એક જ વર્ષમાં બાળકોની સંખ્યા ૧૨૫૯૦૦ થી ચાર ગણી વધી પાંચ લાખને પાર થઇ છે. બે વર્ષમાં દસ હજાર કરોડનું બજેટ છતાં કુપોષીત બાળકોની સંખ્યા ચાર ગણી વધી છે. આ ઉપરાંત અનેક બાળકો કુપોષણના કારણે મૃત્યુ પામ્યા છે.