પ્રધાનમંત્રી મોદીએ જીવ જોખમમાં મૂકી નોટબંધીનો નિર્ણય લીધો છે: બાબા રામદેવ
abpasmita.in | 18 Nov 2016 07:25 PM (IST)
વડોદરા: યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું પ્રધાનમંત્રી મોદીએ જીવ જોખમમાં મુકીને નોટબંદીનો નિર્ણય લીધો છે. બાબા રામદેવે. જણાવ્યુ મોદી સરકારના નોટબંદીના નિર્ણયથી પૉલિટિકલ માફીયામાં ફફડાટ ફેલાયો છે. પીએમ મોદીએ પોતાનો જીવ જોખમમાં મુકીને આ નિર્ણય લીધો છે. આ સાથે જ કૉ.ઓપરેટિવ બેંકના વિવાદ પર નિવેદન આપતા બાબા રામદેવે જણાવ્યુ કે બેંકોએ બે દિવસમાં ઘણાં કૌભાંડ કર્યા છે.