વડોદરાઃ માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્સમાં 22 રાજ્યોના ખેલાડીઓ આખી રાત્ર લોબીમાં સૂઈ રહ્યાં હતા. સ્ટૂડન્ટસ ઓલિંપિક એસોસીએશન દ્વારા વડોદરામાં સ્ટૂડંટ્સ ઓલિંપિકનું 2 દિવસનું આયોજન કરાયું હતું. પરંતુ કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ખેલાડીઓને લોબીમાં ઊંઘવાનો વારો આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પાયાની સુવિધાના ધાંધિયા જોવા મળ્યા હતા. આ અંગે રાજ્યના રમતગમત મંત્રી રાજેંદ્ર ત્રિવેદીએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી..જેમાં તેમને જણાવ્યું કે આ કોઈ સરકારનું આયોજન નહોતું.  પરંતુ ખાનગી એસોસીએશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતુ. જેમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના હતા. .આ મામલે રાજેંદ્ર ત્રિવેદીએ તપાસ કરવાનું કહ્યું હતું. આ મામલે ખેલ મંત્રીએ તપાસના આદેશ આપી હતી.