વડોદરા: વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ ખેલ પાડ્યો છે. વડોદરા ACBની કચેરી નીચે જ ભરૂચ ACBના દરોડા પડ્યા છે. ભરૂચ ACBએ નાયબ મામલતદારને 15 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર કેતન શાહની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી પાસે મિલકત સીલ ન કરવા 25 હજારની લાંચ માંગી હતી. અંતે 15 હજારની લાંચ નક્કી થઈ હતી. ભરૂચ એસીબીએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર) છે. ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું.
25000ની લાંચની માંગણી કરી હતી
2016માં એસ.બી.આઇ. બેંક માંથી રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી. જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી.
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો
અંતે રકઝકના અંતે રૂ.15000 લેવાના નક્કી થયા હતા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.15000 ની લાંચની માંગણી કરી સ્વીકારતા પકડાઈ ગયા હતા.
ટ્રેપ ગોઠવીને નાયબ મામલતદાર કેતન શાહની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી પાસે મિલકત સીલ ન કરવા 25 હજારની લાંચ માંગી હતી. અંતે 15 હજારની લાંચ નક્કી થઈ હતી. વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ ખેલ પાડ્યો છે.