વડોદરા: વડોદરાના ગોત્રી વિસ્તારમાં પિતરાઈ સાળાએ બનેવીની હત્યા કરી નાંખી છે.  ધવલ બારોટ તેની પત્ની સપના સાથે નજીકમાં રહેતા સાસરીના ઘરે ગયા હતા. આ સમયે તેના સાસુ અનિતાબેન ઘરે જોવા ન મળ્યા. ફોન કરતાં તેઓ માસીના ઘરેથી બહાર આવતા દેખાયા હતા.  જેને લઈ સપનાએ ગુસ્સે થઈને માતા અનિતાબેનને સવાલ કર્યો કે, ના પાડી હોવા છતાં શા માટે માસીના ઘરે જાય છે.


આ વાત માસીનો દીકરો સાહિલ સાંભળી જતાં છરીને લઈને આવ્યો અને બનેવી ધવલ પર હુમલો કર્યો હતો.બાદમાં સાહિલના ભાઈ અને તેના પિતાએ પણ છરીથી હુમલો કર્યો હતો. 
લોહીલુહાણ હાલતમાં ધવલ બારોટને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું છે.  ગણતરીના કલાકોમાં જ પોલીસે સાહિલ રાણા તેનો ભાઈ ચિરાગ અને પિતા બાબુરાવને દબોચી લીધા હતા. 


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?


ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  


કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે


આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.