ભાવનગરઃ ભાવનગરની એક યુવતી સાથે વડોદરાના જ્યોતિષે તાંત્રિક વિધિ કરવાના બહાને વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. તાંત્રિકની પત્નિએ પણ તેમાં મદદ કરી હતી. યુવતીના પતિ સાથે છૂટાછેડા કરાવીને તેની સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે કાયમી શારીરીક સુખ માણવાની ગોઠવણ કરીને હવસનો શિકાર બનાવી 31 લાખ રૂપિયા પડાવી લીધા હતા. યુવતીના અશ્લીલ ફોટા પાડીને તેને બ્લેકમેઈલ પણ કરતો હતો. આ ઘટનામાં પોલીસે ઢોંગી તાંત્રિકને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં રહેતી અને વડોદરામાં સાસરૂ ધરાવતી યુવતીનો પરિચય મિતલબેન પુરોહિત (રહે, બન્ને સરદારનગર, સાંઈ મંદિર પાસે, તરસાલી, વડોદરા) સાથે થયો હતો. મિત્તલબેને પોતાનો પતિ હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત જ્યોતિષી અને તાંત્રિક હોવાનું જણાવ્યું હતું.
યુવતીએ પોતાની તકલીફો દૂર કરવા તેમનો સંપર્ક કરતાં હિરેને તેની પત્ની મિતલબેનની મદદથી યુવતીને ફસાવી હતી. હિરેન જ્યોતિષ અને તાંત્રિક વિધિની અંધશ્રધ્ધામાં યુવતીને ભોળવી દઈ જુદી-જુદી વિધિના બહાને રૂપિયા 22.41 લાખ રોકડા અને બહેન-બનેવી પાસેથી રોકડ રૂપિયા 7 લાખ લાખ તેમજ બે લાખના દાગીના મળી કુલ રૂપિયા 31.41 લાખની રોકડ-દાગીના સહિતનો મુદ્દામાલ પડાવી લીધો હતો.
હિરેને યુવતીના સાસરિયામાં કથા કરવાના બહાને પત્નિની મદદથી યુવતીને નશાયુક્ત પદાર્થ ખવડાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા ને તેના અશ્લીલ ફોટા પાડી લઈ તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવાર-નવાર જાતિય સુખ માણ્યું હતું. અ પછી દબાણ કરી પતિ સાથે છુટાછેડા લેવડાવી મૈત્રીકરાર કરી ધાક-ધમકી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધતો હતો.
આ ચકચારી ઘટના અંગે યુવતી બે દિવસ પૂર્વે સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ઢોંગી જ્યોતિષ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હિરેન પુરોહિતની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઢોંગી જ્યોતિષના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
વડોદરાઃ યુવકે પત્નિની મદદથી ભાવનગરની યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, યુવતીના ડિવોર્સ લેવડાવીને શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Oct 2020 11:37 AM (IST)
પોલીસે હિરેન પુરોહિતની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ઢોંગી જ્યોતિષના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -