વડોદરાઃ માજી ધારાસભ્ય અને ભાજપના નેતા સતિષ પટેલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સતિષ પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય છે. માજલપુરની ગ્લોબલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. નોંધનીય છે કે, 5 દિવસ પહેલા જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં તેઓ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા.
ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. કરજણ બેઠક પરથી અક્ષય પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે કરજણ ખાતે 9 જુલાઇના રોજ કરજણ વિધાનસભા પેટાચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પ્રવક્તા અને વડોદરા જીલ્લા પ્રભારી ભરત પંડ્યા હાજરીમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ પણ હાજર રહ્યા હતા. આ સમયે સતિષ પટેલે ગૃહમંત્રીનું સ્વાગત પણ કર્યું હતું, ત્યારે હવે સતિષ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે ભાજપના નેતાઓમાં ચિંતા જોવા મળી રહી છે.
માજી ધારાસભ્યના કારણે ગૃહ મંત્રી પ્રદીપસિંહને કોરોનાનો ખતરો ? 5 દિવસ પહેલાં મળ્યા હતા......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2020 12:00 PM (IST)
5 દિવસ પહેલા જ કરજણ ખાતે મળેલી કરજણ પેટાચૂંટણીની સંકલન બેઠકમાં સતિષ પટેલ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -